આપણું ગુજરાત

અમદાવાદ મનપાએ ૮,૨૧૨ મિલકતો સીલ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ટેક્સ વિભાગ દ્વારા ર૦રર-ર૩ના ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઠ હજાર કરતા વધુ મિલકતો સીલ કરવામાં આવી હતી જેની સામે મિલકત વેરા પેટે રૂ.૧૧૦૦ કરોડ અને તમામ પ્રકારની આવક પેટે રૂ.૧૪૦૦ કરોડ તંત્રની તિજોરીમાં જમા થયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૧મી ડિસેમ્બર સુધી મિલકત વેરા પેટે રૂ.૧૧ર૭.ર૧ કરોડની નોંધપાત્ર આવક થઈ છે. પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન રૂ.૮ર૮ કરોડની આવક થઈ હતી.

આમ વર્તમાન નાણાકીય વર્ષમાં તંત્રની તિજોરીમાં મિલકત વેરા પેટે ગત વર્ષની સરખામણીએ રૂ.ર૯૯ કરોડની વધુ આવક થઈ છે.

મનપા દ્વારા દર વરસે એપ્રિલ અને મે મહિનામાં એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે જેનો લાભ નાગરિકોની સાથે તંત્રને પણ થાય છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેક્સ રિબેટ યોજના દરમિયાન મિલકત વેરા પેટે રૂ.૬૮૮.૬૭ કરોડની આવક થઈ છે. તેવી જ રીતે પ્રોફેશનલ ટેક્સની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. ર૦રર-ર૩ના વર્ષ દરમિયાન પ્રોફેશનલ ટેક્સની કુલ આવક રૂ.ર૧૬.૮૧ કરોડ હતી જેની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૧ ડિસેમ્બર સુધી રૂ.૧૬ર.૩૧ કરોડની આવક થઈ છે.

પાછલા નાણાકીય વર્ષમાં આજ સમયગાળા દરમિયાન રૂ.૧પ૬ કરોડની આવક થઈ હતી. જયારે વ્હિકલ ટેક્સની આવકમાં ગત વર્ષની સરખામણીએ ૧૬.૩૦ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
મનપા દ્વારા ટેક્સના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે મિલકત વેરાના નાના મોટા દેવાદારોની મિલકત સીલ કરવામાં આવે છે.
ચાલુ વર્ષ દરમિયાન ૩૧ ડિસેમ્બર સુધી ૮,ર૧ર મિલકતો સીલ કરવામાં આવી છે. જેની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં મધ્ય ઝોનમાં ૧ર૯.૮૬ કરોડ, ઉત્તર ઝોનમાં ૯૭.પ૬ કરોડ, દક્ષિણ ઝોનમાં ૯૮.પર કરોડ, પૂર્વમાં રૂ.૧ર૩.૬૧ કરોડ, પશ્ર્ચિમમાં ર૮૭.પ૧ કરોડ, ઉ.પ.માં રૂ.રર૩.પ૮ કરોડ અને દ.પ.માં રૂ.૧૬૬.પ૬ કરોડની આવક થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?