ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Adani-Hindenburg case: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે

Adani-Hindenburg case: અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગૌતમ અદાણીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આ મામલે સેબી(SEBI)ની તપાસને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું છે કે સેબી સમગ્ર મામલાની તપાસ કરવા માટે યોગ્ય એજન્સી છે. સેબીએ આ કેસમાં 22 આરોપોની તપાસ કરી છે. બાકીના 2 આરોપોની તપાસ માટે કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ કેસની સુનાવણી સવારે 10.30 વાગ્યે કોર્ટમાં શરૂ થઈ હતી.

સેબીએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ સબમિટ કર્યા બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે 24 નવેમ્બરના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટને સેબીના રિપોર્ટમાં એવું કશું ના જાણવા મળ્યું કે જેથી કોઈ પણ પ્રકારની શંકા પેદા થાય. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી નક્કર આધાર ન હોય ત્યાં સુધી સેબીના રિપોર્ટ પર શંકા ન કરી શકાય.


કોર્ટે કહ્યું કે માત્ર સેબી જ આ મામલાની યોગ્ય તપાસ કરી શકે છે. અરજદારો વતી, એવું કહેવામાં આવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબીની પ્રવૃત્તિઓ શંકાસ્પદ છે કારણ કે તેમની પાસે 2014 થી સંપૂર્ણ વિગતો છે. જો કે કોર્ટે આ દલીલો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. અદાણી ગ્રુપે આ આરોપોને ખોટા અને બનાવટી ગણાવ્યા હતા પરંતુ આ પછી અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો હતો, અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરના ભાવ તૂટી ગયા હતા.
વિપક્ષી પાર્ટીઓએ પણ આ અંગે સરકાર પર આરોપ લગાવ્યા હતા. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક એક્સપર્ટ કમિટીની પણ રચના કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button