આપણું ગુજરાત

અમદાવાદમાં મેડિકલના ગોડાઉનમાં આગ: ફાયરની ૧૮ ગાડીની મદદથી છ કલાક બાદ આગ કાબૂમાં આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા મેડિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની કુલ ૧૮ જેટલી ગાડીઓ અને ૫૦થી વધુ ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવારે પાંચ વાગ્યે કાબૂમાં આવી હતી. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં શ્રીનાથ એસ્ટેટમા આવેલા એક મેડિકલ ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની પ્રથમ ચાર જેટલી ગાડીઓ સ્થળે પહોંચી હતી. મેડિકલના ગોડાઉનમાં દવા બનાવવા માટે વપરાતું કેમિકલ, પતરા, શેડ સહિતની જગ્યાએ આગ લાગી હતી. જેથી આગ ભીષણ બનતા ફાયરબ્રિગેડની કુલ ૧૮ જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો ૫૦ કર્મીના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ મેડિકલના ગોડાઉનમાં સોલ્વન્ટનું કેમિકલ પણ હતું. જેના કારણે આગ વધુ વિકરાળ બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. આગ લાગવા અંગેનું કારણ સ્પષ્ટ જણાયું નથી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યા સુધી જેહમત બાદ આગ કાબૂમાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button