આમચી મુંબઈ
નાગપુરમાં પેટ્રોલ ટેન્કરને સશસ્ત્રધારી પોલીસ સંરક્ષણ
મુસીબત: ટેન્કરવાળાની હડતાલના કારણે રાજ્યમાં ઠેરઠેર પેટ્રોલપંપ સામે લાંબી લાઈનો લાગી હતી
નાગપુર: ટ્રક અને ટેન્કર દ્વારા ચાલી રહેલા આંદોલનને ધ્યાનમાં રાખીને પેટ્રોલનું પરિવહન કરતાં ટેન્કરોને સશસ્ત્રધારી પોલીસ સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું હોવાની માહિતી નાગપુર પોલીસે આપી હતી. એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પોલીસ ટીમે મંગળવારે મૌડા તાલુકામાં તારસા ખાતે નેશનલ હાઈવે નંબર ૬ને ટ્રકર્સ દ્વારા અવરોધવાને નિષ્ફળ બનાવ્યો હતો. આ માટે વિશેષ સ્ટ્રાઈક ફોર્સની છ ટીમો બનાવવામાં આવી હોવાની માહિતી એસપી હર્ષ પોદ્દારે આપી હતી. પોલીસે સોમવારે ટાયર સળગાવીને નાગપુર-ઉમરેડ રોડને બ્લોક કરવા બદલ ૪૦ જણથી વધુ સામે બે અલગ અલગ ગુના નોંધ્યા હતા અને એમાંથી ૧૬ જણની ધરપકડ કરી છે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.