આમચી મુંબઈ

મુંબઈગરાને મ્હાડાની નવા વર્ષની ભેટ દુકાનો ઈ-ઓક્શન માર્ગે લિલામ થાય એવી શક્યતા

મુંબઈ: નવા વર્ષની શરૂઆતમાં જ લોકોએ અનેક પ્રકારના સંકલ્પ કર્યા હતા, જેમાંના એક સંકલ્પમાં એકાદ સારી જગ્યાએ રોકાણ કરવાનો નિર્ણય પણ અનેક લોકોએ લીધો છે. તમે પણ એ પૈકીમાંના એક છો? તો મ્હાડાની આગામી જાહેરાત તરફ ધ્યાન આપો. કારણ નવા વર્ષમાં એક ખાસ ભેટ આપવા માટે મ્હાડા સજ્જ છે. મ્હાડાના મુંબઈ
કોર્પોરેશન પાસેની દુકાનની હાલની લિલામી આખરે પૂરી થઇ રહી હોઇ આગામી સમયમાં ઈ-ઓક્શન માર્ગે આ લિલામ થવાની શક્યતા વર્તાવવામાં આવી રહી છે. મુંબઈમાંની ૧૭૦ દુકાન માટે આ લિલામી થવાની છે. જેના માટેની જાહેરાત જાન્યુઆરી મહિનાના અંતમાં બહાર પડશે. લિલામીમાં સમાવેશ કરવામાં આવેલી દુકાનો માટે રૂ. ૨૫થી ૧૩ કરોડ જેટલી બોલી મ્હાડા તરફથી નિર્ધારિત કરવામાં આવી છે.

મ્હાડા ઈ-ઓક્શન પદ્ધતિથી દુકાનોની લિલામી કરવા જઇ રહ્યું છે ત્યારે કાંદિવલીમાં ૧૨ દુકાનોની લિલામી હાથ ધરાશે. એવી જ રીતે માગાઠાણેમાં ૧૨, ચારકોપમાં ૩૪, માવણીમાં ૫૭, બિંબિસારનગર, ગોરેગાંવમાં ૧૭, તુંગા, પવઈમાં ૩, ગવ્હાણપાડા, મુલુંડમાં ૯, સ્વદેશી મિલમાં પાંચ અને પ્રતીક્ષાનગર, શિવમાં ૧૫ દુકાનોની લિલામી હાથ ધરવામાં આવશે.

મ્હાડા દ્વારા એક વાર જ્યારે આ અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદ ઈચ્છુકો અનામત રકમ સાથે અરજી કરી શકશે. અરજી સ્વીકારવાની પ્રક્રિયા પૂરી થયા બાદ મ્હાડા પાસે તેની છટણી કરવામાં આવશે. જેમાં પાત્ર હોય એવી અરજી જુદી કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં આ લિલામી હાથ ધરવામાં આવશે. આ લિલામીમાં બોલી લગાવનારા અરજીકર્તા દુકાનનો તાબો મેળવવામાં પાત્ર ઠરશે અને ત્યાર બાદ તેને પ્રક્રિયા અનુસાર દુકાન વિતરિત કરવામાં આવશે. મ્હાડા તરફથી આ લિલામીમાં ૯થી ૨૦૦ મીટર સુધીની દુકાનનો સમાવેશ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button