ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A B

SKID આવડત
SKILL મલાઈ કાઢી લેવી
SKIM ચામડી
SKIN દોરડા કૂદવા

SKIP લપસી જવું

ઓળખાણ રાખો
વિશ્ર્વના સૌથી મોટા કોર્પોરેટ બિલ્ડિંગની નામના મેળવનાર ડાયમંડ બુર્સ કયા શહેરમાં છે? ૩૫ એકર જમીન ઉપર ૬૬ લાખ ચોરસ ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે.

અ) વડોદરા બ) અમદાવાદ ક) સુરત ડ) ભરૂચ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘મસાણનાં લાડુમાં એલચીનો સ્વાદ ન હોય’ એ તત્ત્વ દર્શન કરાવતી કહેવતમાં મસાણ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) મગજ બ) આફત ક) સ્મશાન ડ) આઘાત

માતૃભાષાની મહેક

આકાશ ખૂલવું એટલે આસમાન સાફ હોવું, વાદળા જતાં રહેવા. આકાશ ચડી આવવું એટલે એકસામટા ઘણા દુ:ખે ઘેરાઈ જવું. આકાશ પાતાળ એક કરવાનો અર્થ થાય છે ગજબ કરવો, ન બની શકે તેવું કામ પાર પાડવું, ભગીરથ પ્રયત્ન કરવો. આકાશ પાતાળ એક થઈ જવું એટલે ભારે મુશ્કેલી માથે આવી પડવી. આકાશ પાતાળ જેટલું અંતરનો અર્થ થાય છે ઘણું છેટું, મોટો તફાવત.

ગુજરાત મોરી મોરી રે
દેવોની પૂજા સારી પણ હનુમાનની પૂજા આકરી એ સમજાવતી કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

ઠેસે દેરાં હનુમાનની નહીં દેવ આવવું મૂકીને

ઈર્શાદ
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે,
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

—- સુરેશ દલાલ

માઈન્ડ ગેમ
પાંચ શૂન્ય ધરાવતી સાત આંકડાની સૌથી નાની સંખ્યામાંથી જો ચાર શૂન્ય ધરાવતી છ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવામાં આવે તો જવાબ શું મળે?

અ) ૬,૭૫,૦૦૦ બ) ૮,૪૦,૦૦૦ ક) ૯,૦૦,૦૦૦ ડ) ૯,૫૦,૦૦૦

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
BALE ગાંસડી
BAIL જામીન
BELL ઘંટડી
BELLE રૂપાળી સ્ત્રી

BULK મોટો જથ્થો

ગુજરાત મોરી મોરી રે

જમનાં તેડાં સાચાં પણ સરકારનાં તેડાં ખોટાં

ઓળખાણ પડી?

મ્યાનમાર

માઈન્ડ ગેમ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

દોલત

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) લજિતા ખોના (૪) શ્રદ્ધા આશર (૫) ડો. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) હર્ષા મહેતા (૮) જ્યોતિ ખાંડવાલા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીશી બંગાળી (૧૧) નંદકિશોર સંજાણવાળા (૧૨) ભારતી બુચ (૧૩) મનીષા શેઠ (૧૪) ફાલ્ગુની શેઠ (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) જયવંત પદમશી ચિખલ (૧૮) મુલરાજ કપૂર (૧૯) કલ્પના આશર (૨૦) ભાવના કર્વે (૨૧) અંજુ ટોલિયા (૨૩) સુભાષ મોમાયા (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૭) દિલીપ પરીખ (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) મહેશ દોશી (૩૦) નિતીન બજરિયા (૩૧) સુરેખા દેસાઈ (૩૨) જ્યોત્સના ગાંધી (૩૩) હિના દલાલ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) રમેશ દલાલ (૩૬) જગદીશ ઠક્કર (૩૭) શિલ્પા શ્રોફ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત