નેશનલ

અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પાસે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં….

અજમેર: રાજસ્થાનમાં ખ્વાજા નગરી તરીકે ઓળખાતા અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો વાર્ષિક ઉર્સ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. તે પહેલા અજમેરમાં મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં એક ચાર માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઇમારત પડી રહી હતી ત્યારે અવાજ આવતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ડરી ગયા હતા.

જો કે હજુ સુધી કોઈ જાનહાનિની ​​માહિતી મળી નથી. અકસ્માતના સમાચાર મળતા જ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક તેમજ અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ દુર્ઘટના દરગાહના ગેટ નંબર 5 પાસે થઈ હતી. પ્રશાસન તરફથી મળેલી માહિતી મુજબ બે ભાઈઓ વચ્ચે ઘરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આથી ઘણા લાંબા સમયથી ઘર બંધ પડી રહ્યું હતું. વહિવટી તંત્ર દ્વારા મકાનની ચકાસણી અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ તપાસ થાય તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત મંગળવારે બપોરે 3.30 વાગ્યે થયો હતો. સંપૂર્ણ રીતે ધરાશાયી થયેલી આ ઈમારત ખૂબ જ જર્જરિત હાલતમાં હતી. જો કે દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં કોઈ રહેતું નહોતું. બિલ્ડિંગની નીચે ચા, પાન અને મીઠાઈની ત્રણ-ચાર દુકાનો હતી. જેવા બિલ્ડીંગ પરથી પથ્થરો પડ્યા કે તરત જ દુકાનોમાં હાજર લોકો ભાગી ગયા હતા.

હાલ એસડીઆરએફ અને અન્ય બચાવ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી કોઈ વ્યક્તિ દટાયા હોવાની કોઈ શક્યતા નથી, તેમ છતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર અકસ્માતની પણ તપાસ કરવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત