સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં વજન ઘટાડવા માગો છો?, આ ફળ ખાઓ, જીમ ગયા વિના ઘટશે ચરબી

શિયાળાની મજેદાર ઋતુ આવી ગઇ છે. શિયાળામાં બધાને ગોદડા ઓઢવાનું અને ગરમાગરમ ગાજરનો હલવો, લાડુ, સીંગદાણા અને ચા-પરાઠા ખાવાનું બહુ ગમે છે, પરંતુ ઠંડીમાં જાગીને મોર્નિંગ વોક કે જીમમાં જવાનું કોઈને મન થતું નથી, પરિણામે લોકોના વજનમાં વધારો થાય છે. અમે અહીં તમને વજન ઘટાડવાની કેટલીક ચોક્કસ ટ્રીક્સ જણાવીશું, જેનાથી તમારા વજનમાં ઘટાડો થશે.

શિયાળામાં વજન ઘટાડવા માટે તમે આહારમાં કેટલાક ફળનો સમાવેશ કરી શકો છો, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. આ ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ શરીરમાં એકઠી થયેલી વધારાની ચરબીને બાળવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ આપી શકે છે.

સીતાફળઃ

સીતાફળ એટલે કે કસ્ટર્ડ એપલ વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે. સીતાફળ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં વિટામિન એ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કોપર પણ મોટી માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. સીતાફળના સેવનથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. સીતાફળ નબળાઈ દૂર કરવા અને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઓરેન્જઃ

શિયાળામાં વજન ઘટાડવા માટે તમે ઓરેન્જ એટલે કે સંતરા ખાઇ શકો છો. સંતરામાં વિટામીન સી તો હોય જ છે, પણ સાથે સાથે તેમાં ઈબર, પોટેશિયમ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, તેથી તે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે શિયાળામાં જ્યુસથી ભરપૂર સંતરાનું સેવન કરી શકો છો.

દાડમઃ

શિયાળામાં વજન ઘટાડવા માટે તમે દાડમનું સેવન કરી શકો છો. તેમાં વિટામીન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, તે હૃદય રોગને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેના સેવનથી શરીરમાં એનર્જી લેવલ વધે છે. શિયાળામાં તમે દાડમ કે તેના રસનું સેવન કરી શકો છો.

પાઈનેપલઃ

પાઈનેપલમાં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં વિટામિન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પાઇનેપલ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય પાઈનેપલમાં બ્રોમેલેન પણ હોય છે, જે પ્રોટીન ડાઇજેસ્ટ કરવાનું કામ કરે છે. તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. શિયાળામાં વજન ઘટાડવા માટે તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

જામફળઃ

ઘણા લોકોને જામફળમાં બી હોવાથી ખાવાનું ગમતું નથી, કારણ કે જામફળના બી દાંતમાં ભરાઇ જાય છે, પણ જામફળ શિયાળાનું સૌથી લોકપ્રિય ફળ છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. આ ઉપરાંત, તે ડાઇજેશન વધારવામાં પણ મદદ કરે છે અને ચરબી બર્ન કરવાનું સરળ બનાવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત