આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના સરાફની હત્યાના કેસમાં મહિલા, કૅબ ડ્રાઇવરની ધરપકડ

મુંબઈ: મુંબઈના સરાફની હત્યાના કેસમાં પુણે પોલીસે 45 વર્ષની મહિલા અને કૅબ ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
પુણે ગ્રામીણ પોલીસે જણાવ્યું હતું કે વાકોલા વિસ્તારમાં 21 ડિસેમ્બરે આ ઘટના બની હતી અને બંનેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે છ થઇ છે.

પોલીસે મૃતક જૉ મેન્યુઅલ પરેરાની લિવ-ઇન પાર્ટનર ડોલી પરેરાની ધરપકડ કરી હતી, જેણે અન્ય ચાર આરોપી સાથે કાવતરું ઘડીને કાલિના વિસ્તારમાં જૉ પરેરાની હત્યા કર્યા બાદ મૃતદેહ પુણેના મુળશી ખાતે ફેંકી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ડોલી અને અન્ય આરોપીઓ પ્રતીક્ષાનગરના ફ્લેટમાં મળ્યાં હતાં, જ્યાં તેમણે જૉ પરેરાની હત્યાની યોજના બનાવી હતી. તેઓ બાદમાં કાલિના પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરેરાની મારપીટ કર્યા બાદ ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

પોલીસે બિલ્ડિંગના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં ઘટનાને દિવસે ડોલી અને અન્યો લિફ્ટમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. આરોપીઓ બાદમાં પરેરાના મૃતદેહને કારમાં નાખી પુણેના મુળશી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઝાડીઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો.

પોલીસે આ કેસમાં ડોલી સહિત ડોલીના બનેવી યોગેશ દત્તુ માને (42), તેના સાથીદાર ધીરજ સાળુંખે (40), અશોક મહાદેવ થોરાત (35) અને ગણેશ રહાતે (35)ની 22 ડિસેમ્બરે ધરપકડ કરી હતી અને ડોલી ત્યારથી ફરાર હતી. ડોલીને પરેરા ત્રાસ આપી રહ્યો હોવાથી આરોપીઓએ તેની હત્યા કરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button