શ્રી લંકાના પ્રવાસ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, સિકંદર રજા હશે ટી-20નો કેપ્ટન
હરારેઃ ઝિમ્બાબ્વેએ શ્રી લંકાના પ્રવાસ માટે ટવેન્ટી-20 અને વન-ડે ટીમની જાહેરાત કરી હતી. ઝિમ્બાબ્વેએ અનકેપ્ડ સ્પિનર તાપીવા મુફુદઝા અને ઝડપી બોલર ફરાઝ અકરમને પોતાની વન-ડે ટીમમાં સામેલ કર્યા છે. ઈજાના કારણે ડિસેમ્બરમાં આયરલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી ચૂકી ગયા પછી ક્રેગ એર્વિન વન-ડે ટીમનું નેતૃત્વ કરવા માટે પાછો ફર્યો છે. સિકંદર રઝાને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
33 વર્ષીય ઑફ-સ્પિનર મુફુડઝાને સ્થાનિક સિનિયરમાં તેના સતત શ્રેષ્ઠ પ્રદર્શન માટે વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અકરમ ઝિમ્બાબ્વે તરફથી માત્ર ટી20 ફોર્મેટમાં જ રમ્યો છે. તે વન-ડેમાં ડેબ્યૂ માટે પણ તૈયાર છે. અકરમ સિવાય અન્ય ચાર ખેલાડીઓ પણ આયરલેન્ડની શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં આવ્યા હતા.
જોકે, ટી20 શ્રેણી માટે ટીમમાં ત્રણ ફેરફારો કરાયા છે જેમાં કૈટાનો, મુફુદઝા અને અકરમના સ્થાને બ્રાયન બેનેટ, એન્સલે એનડલોવુ અને કાર્લ મુંબા સામેલ થશે. ઝિમ્બાબ્વે તેની તમામ મેચો શ્રી લંકામાં કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે. પ્રવાસની શરૂઆત 6, 8 અને 11 જાન્યુઆરીએ ત્રણ વન-ડે મેચથી થશે.