ઉત્સવ

ખાખી મની-૯

‘ગ્રંથી સાહેબ, ગલતી સુધારને કે દો રાસ્તે હૈ. બસરા મુઝે દે દો, યા હમારે પૈસે વાપિસ કર દો.’ ઇમામે ફતવાની ભાષામાં કહી દીધું

અનિલ રાવલ

અમન રસ્તોગી બીજે જ દિવસે સવારે અલિયાપુર પહોંચ્યો. ‘મારે રાંગણેકર સાહેબને મળવું છે.’ સોલંકીના ટેબલની સામે ઊભા રહેલા અમન રસ્તોગીના અવાજમાં વિનમ્રતા હતી.
‘એ હજી આવ્યા નથી…મારી સાથે વાત કરી શકો છો.’ સોલંકીએ એને ભાવ ન આપ્યો.

‘હું કાર અને મોર્ગમાં જઇને લાશની તસવીર ખેંચવા માગું છું, અગર તમારી પરમિશન હોય તો.’ રસ્તોગી મૂળ વાત પર આવ્યો.

‘ચોક્કસ કેમ નહીં’ એણે હોસ્પિટલમાં ફોન કર્યો. તમે લાશનો ફોટો પાડીને આવો ત્યાં સુધીમાં રાંગણેકર સાહેબ આવી જશે.’
‘ભલે.’ કહીને રસ્તોગી નીકળી ગયો. એના ગયા પછી થોડીવારમાં રાંગણેકર આવ્યો.

‘અમન રસ્તોગી આવ્યો હતો…..લાશનો ફોટો પાડવા મોર્ગમાં ગયો છે’, સોલંકી બોલ્યો.

‘ઓહ, તો હવે એ ભાઇસાહેબ ટેબલ ખુરસી પરનું જર્નાલિઝમ છોડીને ખુદ આ કેસમાં વધુ ખોદકામ કરવા આવી પહોંચ્યો છે. કોઇ બાત નહીં’
રાંગણેકર બેઠો કે તરત જ હવાલદાર દોડતો આવીને બોલ્યો: ‘સાહેબ તુમચા સાઠી બટાટા વડા આણિ ચાય સાંગિતલા આહે.’

‘ખૂપ છાન કેલા..જોરાત ભૂક લાગલી આહે મલા’ રાંગણેકર હસ્યો.

રાંગણેકર વડા ખાતો હતો ત્યાં રસ્તોગી આવ્યો. એને જોઇને રાંગણેકરે કહ્યું.

‘ગરમાગરમ વડા છે ખાવા છે..?’ રાંગણેકરે અગાઉ બંને વચ્ચે સંબંધમાં આવેલી ખટાશને મીઠાસમાં ફેરવી નાખતી વાત કરી. રસ્તોગીની એક આંખમાં સ્મિત ને બીજીમાં આશ્ર્ચર્ય હતું.

‘ના, ચા પીવી છે’ હવાલદાર દોડીને ચા લાવ્યો.

‘રાંગણેકર સાહેબ, લાશની બાબતમાં મારે
કાંઇક કહેવું છે.’ રસ્તોગીએ ચાની ચુસ્કી મારતા કહ્યું.

તારે શું કહેવું છે એની મને ખબર છે….લાશ વિધર્મીની હોય કે અધર્મીની… એનાથી હકીકત બદલાઇ જતી નથી. લાશ કોની છે? કારમાં શું હતું અને કાર ચોરવા પાછળનો ઇરાદો શું હતો? ‘મારે એ જાણવું છે. ખેર, પ્રેસને ફોટો આપ્યો જ છે. જોઇએ હવે ફોટો જોઇને કોણ આગળ આવે છે.’

‘મને કારમાલિકનું નામ અને સરનામુ જોઇએ છે’, રસ્તોગીએ કહ્યું.

રાંગણેકરે તરત જ સોલંકીની સામે જોયું. સોલંકી એમનો આશય સમજી ગયો….એણે તરત જ ફાઇલ કાઢીને રાંગણેકરને આપી. રાંગણેકરે બસરાનું નામ સરનામું આપ્યું ‘બસરાએ કારચોરીની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.’ રાંગણેકરે ફાઇલ બંધ કરતા કહ્યું.

‘કારનો ફોટો લઉં..?’ રસ્તોગીએ પૂછ્યું.

‘હવાલદાર, સાહેબાલા બહીર ગેઉંજા….ફોટો સાઠી’ સોલંકીએ ઓર્ડર છોડ્યો. ‘સાહેબ, તમે આમ અચાનક રસ્તોગીની સાથે હમદર્દી કેમ બતાવવા માંડ્યા.?’ સોલંકીએ પૂછ્યું.

‘કારણ કે એણે પોતાની આબરૂ અને નોકરી બચાવવા કેસની અસલિયત જાણવી પડશે…આખરે તો એ આપણું જ કામ આસાન કરી આપશેને?’ રાંગણેકરે કહ્યું.

રસ્તોગી ફોટો પાડીને આવ્યો…ચાનો છેલ્લો ઘૂંટડો મારીને ઊભો થતા બોલ્યો: ‘થેન્ક યુ સાહેબો.’

‘રસ્તોગી, તને શું લાગે છે…..કાર અને લાશના રહસ્ય વિશે?’ રાંગણેકરે પૂછ્યું.

‘સાહેબ, કારમાં પૈસા હતા….ચૂંટણી માટેના હોય કે ન હોય.’ રસ્તોગી બોલીને સડસડાટ નીકળી ગયો.


ઇમામ અને ગ્રંથી હરપાલસિંઘ ઇલેક્શન માટેના પૈસા હોવાનું જાણીને હરખાઇ ગયા, પણ એનું હાસ્ય લાંબો સમય સુધી ચહેરા પર ટકી શકે એમ નહતું કેમકે પૈસા રાજકારણીના હોય કે ત્રાસવાદીના…મોકલવાનું કામ તો એમણે જ કર્યું હતું….એકવાર બસરા પોલીસના હાથમાં આવે પછી એ મોં નહીં ખોલે એની કોઇ ખાતરી નહતી. ઇમામને આ જ વાતનો ડર હતો અને એટલે જ રાંગણેકરની પ્રેસ કોન્ફરન્સ પછી અખબારોમાં છપાયેલા અને ચેનલો પર વહેતા થયેલા સમાચારો જાણીને ઇમામ ખુદ ગ્રંથી હરપાલસિંઘના ઘરે પહોંચી ગયા હતા. અધૂરામાં પૂરં…અબ્દુલ્લાએ એમને બસરા અલિયાપુર પોલીસ ચોકીમાં પહોંચી ગયો હોવાની રજેરજની માહિતી આપી દીધી હતી. ઇમામ એમના સ્વભાવ મુજબ શાંત હતા, પણ એના મનના પેટાળમાં તોફાની દરિયાના સૂનામી મોજાં ઉછળતાં હતાં.

બસરા અલિયાપુર પોલીસ ચોકી જા કર આયા…,ઉસને પુલીસ કો બતા દિયા હોગા તો….મુઝે ઉસ પર ભરોસા નહીં….અબ ઉસકા ક્યા કરેંગેં..?’ ઇમામે પૂછ્યું.

‘ઉસકો પંજાબ ભેજ દેતે હૈ’

‘નહીં….ઉસકો વહાં ભેજ દેંગેં જહાં ના પુલીસ પહોંચ સકે ના વો વાપિસ આ સકે’
‘નહી, નહી, ઇતની સખ્ત સઝા નહીં કરની હૈ…..અભી અભી વાહે ગુરુજી કી કિરપા સે ઉનકે યહાં ઔલાદ હુઇ હૈ.’

‘મૈં નહી ચાહતા કી પુલીસ હમારી દેહલીઝ પર આ જાયે’, ઇમામે કહ્યું.

‘મૈં પુલીસ કો આપકે ઘર પર દસ્તક નહીં દેને દુંગા….મેરા યકિન માને..’
‘આપને બસરા પર ભરોસા કર કે બડી ગલતી કર દી હૈ..વો ગલતી આપકો સુધારની હૈ.’

‘મૈં સુધારુંગા..’ ગ્રંથી હરપાલસિંઘે કહ્યું.

‘ગ્રંથી સાહેબ, ગલતી સુધારને કે દો રાસ્તે હૈ. બસરા મુઝે દે દો, યા હમારે પૈસે વાપિસ કર દો.’ ઇમામે ફતવાની ભાષામાં કહી દીધું. અને એ સાથે જ ઇમામના મોબાઇલની ઘંટડી વાગી.
‘સલામ વાલેકુમ.’ દૂરથી એક અવાજ આવ્યો.

‘વાલેકુમ સલામ. સત શ્રીઅકાલ..’ ઇમામ શાંત સ્વરે બોલ્યા.

‘હમારી દોસ્તી કચ્ચા ધાગા નહીં હૈ જો બુઢાઉ દાંત સે કટ જાયે.’
બંધ કેબિનમાં જતિન્દરસિંઘનો અવાજ હરપાલસિંઘના કાને પણ પડ્યો.

‘જતિન્દર, તું સમજતા નહીં…આવામ કી ઉંગલી મેરી તરફ ઉઠેગી’
‘ઇમામ, હમારા મકસદ ખાલિસ્તાન હૈ..ઔર કેનેડે મેં પાકિસ્તાન કે આપકી બિરાદરી કે લોગ હમેં મદદ કર રહે હૈ…હમારી દોસ્તી કી ગહેરાઇ દેખો, ઇમામ. હમદોનોં કો ઉસે ઢૂંઢના હૈ, જો હમારા પૈસા લે કર ભાગ ગયા હૈ.’

ઇમામ ચૂપ થઇ ગયા. એમનો હાથ ફરફરતી સફેદ દાઢી પર ફરી રહ્યો હતો. તજિન્દરનો ફોન ‘હમને ઝ્યાદા પૈસે ઇક્ક્ઠ્ઠે કર કે દિયે થે….આપકે લોગ ગુજરાત મેં કમ હૈ’નું રિએક્શન તો નહીં હોય…ફોન કદાચ હરપાલસિંઘે કરાવ્યો હશે, મને શાંત કરવા માટે…એમણે હરપાલસિંઘ પર એક નજર નાખી.

‘તજિન્દર, સવાલ પૈસે કા નહીં હૈ…..મેરી ઇઝ્ઝત કા હૈ….બસરાને અગર મુંહ ખોલ દિયા તો…..હમ ફંસ જાયેંગેં..’
‘બસરા મુંહ નહીં ખોલેગા…..મેરી ગારેન્ટી’ તજિન્દરસિંઘે કહ્યું
‘મુઝે સોચને દો’ ઇમામે કહીને ફોન કટ કર્યો. ગ્રંથી હરપાલસિંઘને ભેટીને વિદાય લીધી. કારમાં બેસીને તસ્બી ફેરવી રહેલા ઇમામે અચાનક અબ્દુલ્લાને કહ્યું: બસરા મૂંહ નહીં ખોલના ચાહિયે.’


સતિન્દરસિંઘે એના ભાઇસાહેબ તજિન્દરસિંઘ સાથે વાત કરી ત્યારબાદ એના મનમાં બસરાની જ પિન અટકી ગઇ હતી..બસરે કે બચ્ચેને સબ ગરબડ કર દી. એના મન પરથી બસરા ઊતરી ગયો હતો. ભાઇસાહેબે પૈસા લઇને ભાગી જનારાને શોધવાનું ફરમાન કર્યું, પણ એ પહેલાં બસરાનો ઉપાય કરવો પડે…એણે કરેલી ભૂલ બધાને ડૂબાડશે…ખાસ કરીને ગુજરાતમાં બેઠેલા હરપાલસિંઘને….ઇમામ સાથેના સંબંધો તૂટશે એ જુદૂં. સતિન્દરસિંઘની ખોપડી ફરી ગઇ….અને એકવાર એની હટે પછી બહુ વિચારે નહીં….એણે ભાઇસાહેબનો વિશ્ર્વાસમાં લીધા વિના જ એના ખાસ માણસને ફોન કર્યો.

‘ઓય ટોડીસિંઘ તૂં કહાં હૈ.?’
‘પાજી, મૈં ના અભી, પંજાબ મેં મેરે ગાંવ મેં હું. પાજી કિ ગલ હૈ.?’
‘યાર, એક કામ કરના હૈ’
‘હુકૂમ કિજ્જે પાજી.’
‘અમદાવાદ મેં અપના એક બંદા હૈ મહેન્દરસિંઘ બસરા….તજિન્દર ભાઇસાહબ ચાહતે હૈ કી બસરા ઉસકા મુંહ બંધ રખ્ખે. તૂં ખુદ જા ઉસકા મૂંહ બંધ કરાને કે વાસ્તે.’
‘જી પાજી..’


કેનેડાના ઓન્તારિયો શહેરના પોલીસ ડિપાર્ટર્મેન્ટના બે પોલીસ ઓફિસરોએ બબ્બરના ઘરે રાતે દસેક વાગ્યે બેલ મારી.
બબ્બરે દરવાજો ખોલ્યો: ‘વી આર ફ્રોમ પોલીસ ડિપાર્ટમેન્ટ.’ બંનેએ પોતાના બેજ બતાવ્યા. ‘હેવ યુ ટેકન પરમિશન ફોર સન્ડેઝ ડેમોન્ટ્રેશન?’ (તમે રવિવારના દેખાવો માટે પોલીસની પરવાનગી લીધી છે?)
‘યસ…વી હેવ…બટ ધ લેટર ઇઝ વિથ મિ. સતિન્દરસિંઘ’ (હા, લીધી છે, પણ લેટર સતિન્દરસિંઘ પાસે છે.)
‘વિ ડોન્ટ હેવ એની થિન્ગ ઓન રેર્કોર્ડ…યુ હેવ ટુ કમ ટુ ધી પોલીસ સ્ટેશન.’ (અમારી પાસે રેર્કોડ પર નથી. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે.)
દરવાજે પહોંચી ગયેલી બબ્બરની પત્ની મનપ્રિત ચૂપચાપ સાંભળતી હતી. માની પાછળ એનો પુત્ર યશનૂર લપાઇને ઊભો રહી ગયો.

‘લેટ મી પ્લીઝ કોલ મિ. સતિન્દરસિંઘ.’ (મને સતિન્દરસિંઘને કોલ કરવા દો પ્લીઝ)
એક પોલીસ ઓફિસરે બબ્બરના હાથમાંથી મોબાઇલ આંચકી લેતા કહ્યું:
‘વિ વિલ આસ્ક હિમ ઓલસો ટુ કમ ટુ પોલીસ સ્ટેશન વિથ એ લેટર’ (અમે એને પણ પોલીસ સ્ટેશને આવવાનું કહીશું)
મૈં સતિન્દર ભાઇસાબ કો કોલ કરતી હું…મનપ્રિતે કહ્યું પણ બબ્બર પણ બોલ્યો: રેણ દે….ઇન લોગોં કો પતા નહીં કિ સતિન્દરસિંઘ કોણ હૈ….બસ મૈં યું ગયા ઔર યું આયા…
પોલીસ ઓફિસરો બબ્બરને વેનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગયા.

બીજે દિવસે બબ્બરની લાશ ઓન્તારિયો શહેરના મેપલ લેક પાસે પડી હતી. રોના ચીફ બલદેવરાજ ચૌધરીના ફોનની ઘંટડી વાગી. ચીફે ફોન ઊંચક્યો. સામેથી અવાજ આવ્યો: ‘સર. કામ હો ગયા હૈ.’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?