આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૩૧-૧૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૦, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૯મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા.
ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૧ સુધી (તા. ૧લી), પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે. ક. ૧૪-૦૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૫ (તા. ૧)
ઓટ: સવારે ક. ૦૮-૪૫, રાત્રે ક. ૨૦-૦૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – ચતુર્થી. ગુરુ માર્ગી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, વિશેષરૂપે શ્રી ગણેશ પૂજા, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, પિતૃતર્પણ, વડનું પૂજન, ઘરમાં રાખેલ પિતૃઓના ફોટાનું પૂજન કરવું. પુષ્પાદિ હાર ચઢાવવા, ગાયત્રીમાતા પૂજન, જાપ હવન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, સૂર્યનારાયણના દ્વાદશ નામના ઉચ્ચાર સહિત સૂર્યનમસ્કાર યોગ કરવા. સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું. કેટલેક ઠેકાણે વરસાદ પડે, રૂમાં ઘટ-વટ થઈ તેજી થાય. અનાજમાં મંદી, સોના ચાંદીમાં ઘટવધ થઈ મંદી થશે.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ બળવાન જીવનતત્ત્વ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ આળસ પ્રકૃત્તિ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી, ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રમાણિક
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૧). ગુરુ સ્તંભી થઈ માર્ગી થશે. ચંદ્ર મઘાના તારા સાથે યુતિ કરે છે.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, વક્રી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર