તમે પણ યુઝ કરો છો Social Media? પહેલાં આ ખાસ વાંચી લો નહીંતર…
આજકાલ Social Mediaનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે અને આ પ્લેટફોર્મનો જ ઉપયોગ કેટલાક લોકો અરાજકતા ફેલાવવા કે ભ્રમ ફેલાવવા માટે કરે છે. પરંતુ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓ માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. તમે પણ જો સોશિયલ મીડિયાનો યુઝ કરો છો તો આ ખાસ વાંચી લો.
સોશિયલ મીડિયા યુઝર્સ માટે સરકાર એક નવો નિયમ લઈને આવ્યો છે અને આ નવા નિયમ અનુસાર તમે એક નાનકડી ભૂલ કરી દેશો તો તમારા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ કરી દેવામાં આવશે. આવો જોઈએ શું આ આ નવો નિયમ. સરકાર હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનન અંગે કરવામાં આવેલી અપીલ બાદ આ નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નિયમ અનુસાર યુઝરને જાણ કર્યા વિના જ તેમના એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવશે.
સરકારના આ નવા નિયમ અનુસાર જે યુઝર્સે છેલ્લાં ત્રણ વર્ષમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ એકવાર પણ નથી કર્યો કે પછી તેના પરથી પોસ્ટ નથી કરી તો એવા એકાઉન્ટ હંમેશા માટે બંધ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયાને લઈને બનાવવામાં આવેલો આ નવો નિયમ ઈકોમર્સ કંપનીઓ, ઓનલાઈન માર્કેટપ્લેસ, ગેમિંગ કંપનીઓ અને તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર પણ લાગૂ કરવામાં આવશે. સરકારના આ પગલાંથી ભારતમાં નંબર ઑફ યુઝર્સનો સાચો આંકડો પણ જાણવા મળશે.
સરકારના આ નિયમથી એ યુઝર્સને સૌથી વધુ નુક્સાન થશે જે મહિનાઓ સુધી પોતાનું એકાઉન્ટ ઓપન નથી કરતાં કે પછી અમુક લોકો તો પોતાના એકાઉન્ટનો પાસવર્ડ પણ ભૂલી જાય છે અને પરિણામે નવું એકાઉન્ટ બનાવી લે છે. જો તમે પણ આ રીતે અલગ અલગ એકાઉન્ટ બનાવ્યા છે તો તમારી જાણ માટે ટૂંક સમયમાં જ તમારું જૂનું ઈનએક્ટિવ એકાઉન્ટ સરકાર દ્વારા ડિલીટ કરવામાં આવશે.