આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહિલા ડૉક્ટર સાથે દોઢ કરોડની છેતરપિંડી: બે ડૉક્ટર સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો

થાણે: ભિવંડીમાં હૉસ્પિટલ માટે ભંડોળની સગવડ કરી આપવાને બહાને મહિલા તબીબ સાથે દોઢ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ બે ડૉક્ટર સહિત ચાર જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી અને આરોપી એક હેલ્થકૅર કંપનીમાં ભાગીદાર છે. મે, 2021માં આરોપીએ ફરિયાદીને માહિતી આપી હતી કે તેમની કંપની દ્વારા ચલાવવામાં આવી રહેલી ભિવંડીની હૉસ્પિટલ નુકસાન કરી રહી છે. આ હૉસ્પિટલ ચલાવવા માટે ફરિયાદીને તેના પતિના નામે લોન લેવા સંદર્ભે આરોપીએ પૂછ્યું હતું.

ફરિયાદીએ એક કોઑપરેટિવ બૅન્કમાંથી પોતાના પતિને નામે 1.94 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ રકમ હેલ્થકૅર કંપનીમાં જમા કરવામાં આવી હતી, એવું ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

જોકે આરોપીએ 1.54 કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરી હતી અને ફરિયાદીને જાણ કર્યા વિના પોતાના લાભ માટે આ રકમનો ઉપયોગ કર્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું હતું.

ફરિયાદને આધારે પોલીસે સોમવારે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420 અને 34 હેઠળ ચાર જણ સામે એફઆઈઆર દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button