… તો શું બી-ટાઉનની આ એક્ટ્રેસ પોલિટિક્સ જોઈન કરશે? કરી આવી સ્પષ્ટતા…

બી-ટાઉનની ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતની ફિલ્મ ટૂંક સમયમાં જ ફિલ્મ પંચકમાં રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમય બાદ એક્ટ્રેસ મોટી સ્ક્રીન પર જોવા મળી રહી છે. હાલમાં જ માધુરીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં રાજકારણને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, એટલું જ નહીં પણ તેણે રાજકારણમાં પોતાના પ્રવેશને લઈને પણ ચોંકાવનારા ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું માધુરીએ…
માધુરીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તો પોલિટિક્સ જોઈન કરવાનું વિચારી રહી છે જેના જવાબમાં માધુરીએ જણાવ્યું હતું કે બિલકુલ નહીં. મને રાજકારણમાં બિલકુલ રસનથી. ઘણી વખત મને ચૂંટણીઓ નજીક આવે એટલે મને આવા સવાલો પૂછવામાં આવે છે. પરંતુ એ મારી પર્સનાલિટી નથી અને હું એક એક્ટ્રેસ છું. હું એક્ટિંગ કરું છું અને આ જ ચાલુ રાખવા માંગું છું.
માધુરી સાથે આ ઈન્ટરવ્યુમાં પતિ શ્રીરામ નેને પણ હાજર રહ્યા હતા અને તમારી જાણ માટે કે પંચક ફિલ્મ શ્રીરામ નેને નિર્મિત છે. ફિલ્મનું એક ગીત હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. માધુરીએ લાંબા સમયથી મોટા પડદાથી દૂર હતી અને હવે 2024ની શરૂઆતમાં જ તે ફિલ્મ પંચકથી ફરી દર્શકોની મુલાકાતે આવી રહી છે.
આ પહેલી વખત નથી કે માધુરી પોલિટિક્સ જોઈન કરશે એવી ચર્ચા થતી જ હોય છે, પણ એક્ટ્રેસ હંમેશા પોલિટિક્સથી દૂર રહેવાની વાત કહેતી હોય છે અને તે પોતાના એક્ટિંગ કરિયર સાતે ખુશી હોવાની વાત જણાવીને પોલિટિક્સ સાથે પોતાનો દૂર દૂર સુધી કોઈ સંબંધ ના હોવાની સ્પષ્ટતા કરે છે.