પુલવામા જેવા હુમલાની ધમકીભરી પોસ્ટ મૂકતા યુપીમાં ખળભળાટ

સહારનપુરઃ દેવબંદ નામના મદરેસામાં અભ્યાસ કરનારા બે યુવાનોએ પુલવામા જેવા હુમલાની ધમકી આપવાને કારણે ઉત્તર પ્રદેશ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પુલવામાં જેવા હુમલાની યુવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કેસ નોંધીને યુવકની અટક કરીને પૂછપરછ કરવામાં આવી છે.
સહારનપુર સ્થિત દેવબંદ એક મોટુ મદરેસા છે. તેના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે બહોત જલ્દ ઈંશાલ્લાહ દુસરા પુલવામા હોગા. આ પોસ્ટ પછી પોલીસ તાત્કાલિક કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.
મહોમ્મદ તાલ્હા મજહર નામના યુવાને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ એક્સ પર પોસ્ટ મૂકી હતી. મહોમ્મદ તાલ્હા મજહર ઝારખંડના જમશેદપુર સરાયકેલાનો રહેવાસી છે. મજહબી તાલીમ માટે દેવબંધમાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસે કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની ગંભીરતાની નોંધ લઈને યુવકની અટક પણ કરી છે. આ મુદ્દે યુપી પોલીસની એટીએસ દ્વારા પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
એટીએસના સ્થાનિક યુનિટ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તમામ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે તેના મોબાઈલ અને વોટેસએપ ગ્રુપની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુ-ટ્યુબ અને ગૂગલ સર્ચની પણ શોધ આદરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી મહોમ્મદ તાલ્હાને એટીએસે દારુમ ઉલૂમથી અટક કરી છે, જ્યારે એટીએસની સાથે એલઆઈયુ દ્વારા પૂછપરછ ચાલુ છે, જ્યારે વિદ્યાર્થીની સામે અન્ય કેસ નોંધીને વધુ કાર્યવાહી ચાલુ છે, એમ પોલીસે જણાવ્યું હતું.