ઈન્ટરવલ

કૈલના વૃક્ષમાંથી બનેલો કોલસો લોખંડ પણ પીગળાવી દે છે

વિશેષ -વીણા ગૌતમ

ભારતમાં જે ઝાડના લાકડામાંથી સારું ફનિર્ચર બને છે તેમાં કૈલનો પણ સમાવેશ થાય છે. કૈલના વૃક્ષને ઘણી જગ્યાએ કેલિય અથવા કેલિક પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ સામાન્ય રીતે હિમાલયની ૬૦૦૦થી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઇ પર મળી આવે છે અને તે આકારમાં ઘણું વિશાળ હોય છે. આપણા દેશમાં કૈલના વૃક્ષના બે પ્રકાર મળી આવે છે. એક દેશી કૈરના લાકડામાંથી તેલ નીકળે છે અને તેનો કોલસો પણ સારો હોય છે જેનાથી લોખંડ પણ પીગળી જાય છે. અન્ય વિદેશી કૈરના લાકડા સામાન્ય રીતે સળગાવવા માટે કામમાં નથી આવતા પણ તેનું ફર્નિચર સારું બને છે. આ લાકડામાં ઘણી બધી ગાંઠ હોય છે તેથી આગ વારંવાર બુઝાઇ જતી હોવાથી તેનો ઉપયોગ સળગાવવા માટે નથી થતો. તેમ છતાં બન્ને પ્રકારના કૈરના લાકડાની છાલ મજબૂત હોય છે અને તેનો ઉપયોગ પર્વતીય વિસ્તારના ઘરોની છત બનાવવા માટે થાય છે.

કૈરના વૃક્ષ સામાન્ય રીતે હિમાલયના ઊંચાઇવાળા વિસ્તારોમાં મળી આવે છે, પરંતુ ભારતમાં તે ઘણી જગ્યાએ જોવા મળે છે. વિદેશી કૈલના વૃક્ષ જોવામાં બહુ સુંદર હોય છે, કારણ કે તે વજનમાં ભારે અને સીધા હોય છે. તેને રસ્તાના કિનારે લગાવવામાં આવે છે. દેશી કૈલના વૃક્ષ ઇમારતમાં વાપરવા માટે મહત્ત્વનું હોય છે. વિદેશી કૈરના વૃક્ષમાં ગાંઠનું પ્રમાણ વધુ હોય છે તેનો ઉપયોગ ફર્નિચર બનાવવા આવે છે. કૈલના વૃક્ષનો કોલસો બહુ સારો હોય છે અને અન્ય કોલસાથી તે મોંધો હોય છે. કૈરના વૃક્ષમાંથી બનેલો કોલસો લાંબા સમય સુધી સળગતો રહે છે. તેનું લાકડું મજબૂત હોવાને કારણે ફર્નિચર બનાવવા માટે તેની પસંદગી કરવામાં આવે છે. તેના પર રંગ કામ કરવું પણ સરળ હોય છે અને તે ઘણું સુંદર પણ દેખાતું હોય છે.

કૈરના લાકડામાંથી સામાન્ય રીતે દરવાજા અને પેકિંગ બોકસ બનાવવામાં આવે છે. પર્વતીય વિસ્તારોમાં એક જમાનામાં કેળના લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ ઘર બનાવવા માટે થતો હતો. હવે કાચા લાકડા અને માટીના ઘર ઓછા બનતા હોવાથી તેનો ઉપયોગ હવે ફર્નિચર બનાવવા માટે વધુ કરવામાં આવે છે. કેળના લાકડાનો રંગ આંછો પીળો અને આંછો સફેદ હોય છે.

ફર્નિચર માટે કૈરના લાકડાનો ઉપયોગ એટલે પણ થાય છે, કારણ કે બદલાતા હવામાનની અસર તેના પર વધુ થતી નથી. તેનું લાકડું પ્રતિરોધી હોય છે અને તેમાં ઉધય પણ લાગતી નથી. હસ્તકલા કરનારાઓની કૈલનું લાકડું પહેલી પસંદ હોય છે, કારણ કે તેને કોઇ પણ આકાર આપવાનું સરળ હોય છે. અન્ય વૃક્ષના લાકડાની સરખામણીમાં કૈરનું લાકડું સસ્તું મળી રહે છે. તેમ છતાં હાલમાં તેના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. તેના લાકડાના એક ઘન ફૂટના ટુકડાનું વજન ૧૭ કિલો હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button