આમચી મુંબઈમહારાષ્ટ્ર

2023માં ધ્રુજાવી દેનારા હત્યાકાંડ… આમાંથી તમે કેટલા વિશે જાણો છો?

2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને એની સાથે જ કેટલીક સારી તો કેટલીક ખરાબ યાદો ફરી તાજી થઈ રહી છે. 2023માં ભારતે એવી અનેક ઉપલબ્ધિઓ હાંસિલ કરી કે જેને કારણે દુનિયાભરમાં દેશભરમાં ભારતનો દબદબો વધી ગયો તો સામે પક્ષે એવી ઘટનાઓ પણ બની કે જેના કારણે આખો દેશ શર્મસાર થઈ ગયો હતો. આજે અમે અહીં તમને આવા જ કેટલાક ઘાતક અને લોહિયાળ હત્યાકાંડ વિશે જણાવા જઈ રહ્યા છીએ કે જેના વિશે સાંભળીને આખો દેશ કાંપી ઉઠ્યો હતો.

કંઝાવાલા મર્ડર કેસ

આ વર્ષની શરૂઆત જ કાળજું કંપાવી દેનારા આ હત્યાકાંડથી થઈ હતી. દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં કંઝાવાલા ખાતે એક કારે પહેલી જાન્યુઆરી, 2023ના વહેલી સવારે સ્કુટર પર જઈ રહેલી અંજલિ સિંહ (20)ને પહેલાં ટક્કર મારી અને એને ત્યાર બાદ એને 12 કિલોમીટર સુધી ઘસડીને લઈ ગયા હતા જેમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. અંજલિનો મૃતદેહ રસ્તા પર ખૂબ જ ખરાબ અવસ્થામાં મળી આવ્યો હતો અને આ આ હત્યાકાંડે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી અને તેમના પર કેસ ચાલી રહ્યો છે.

નિક્કી યાદવ મર્ડર કેસ

10મી ફેબ્રુઆરી, 2023ના સાહિલ ગેહલોતે દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાન ઘાટની પાર્કિંગમાં નિક્કી યાદવી હત્યા કરી હતી અને આરોપીએ દિલ્હીના નફ્ઝગઢમાં 40 કિલોમીટર દૂર પોતાની ફેમિલી રેસ્ટોરાંમાં ફ્રિજમાં લાશ છુપાવી હતી. નિક્કી યાદવ આરોપી સાહિલ ગેહલોતની ગર્લફ્રેન્ડ નહીં પણ પત્ની હતી. બંનેએ 2020માં છુપીને લગ્ન કરી લીધા હતા અને સાહિલે તેની હત્યાનું ષડયંત્ર એ સમયે રચ્યુ હતું જ્યારે તેના પરિવારે બીજી છોકરી સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. સાહિલે સગાઈ પણ કરી લીહતી અને નિક્કીની હત્યા કરીને તે પોતાના તિલક માટે ગયો હતો.

શાહબાદ ડેરી મર્ડર કેસ

28મી મે, 2023ની રાતના શાહબાદ ડેરી વિસ્તારમાં એક યુવકે હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી હતી. સાહિલે એક તરફી પ્રેમમાં સગીર સાક્ષીની ચાકુના વાર કરીને હત્યા કરી હતી. સાહિલે સાક્ષી પર 1-2 નહીં પણ પૂરા 34 વાર કર્યા હતા અને ત્યાર બાદ પણ એનું મન ના ભરાયું તો તેણે પથ્થરના ઘા ઝીંકીની હત્યા કરી નાખી હતી. આ મર્ડરનો સીસીટીવી ફૂટેજ પણ વાઈરલ થયો હતો જેમાં લોકો આસપાસમાંથી પસાર થઈ રહ્યા હતા, પણ કોઈએ એનો વિરોધ નહોતો કર્યો. સાહિત હજી પણ પોલીસની પકડમાં છે.

મુંબઈ મર્ડર કેસ

મુંબઈમાં 8મી જૂન, 2023ના એક કંપાવનારી ઘટના બની હતી. મુંબઈની નજીકમાં આવેલા મીરારોડમાં 56 વર્ષના મનોજે તેની 32 વર્ષની લીવ ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્યની હત્યા કરી નાખી. હતી. મનોજે ઝાડ કાપવા માટેનું કટર ખરીદ્યું હતું અને આ કટરની મદદથી તેણે સરસ્વતીના મૃતદેહના ટુકડા કર્યા હતા અને એ ટૂકડાને કૂકરમાં બાફીને પ્લાસ્ટિકની બેગમાં ભરીને ફેંક્યા હતા. હાડકાનો મિક્સરમાં પાઉડર કરીને ગટરમાં નાખી દીધો હતો. પોલીસે મનોજની ધરપકડ કરી હતી અને તેના પર કેસ ચાલી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button