નેશનલ

રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં મૃત કમર્ચારીની ડ્યૂટી લગાવી

લખનઉઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની બલિયાની મુલાકાત દરમિયાન મૃતક કર્મચારીને ફરજ સોંપવા બદલ ચીફ મેડિકલ ઓફિસના એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયપતિ દ્વિવેદીએ જણાવ્યું હતું કે CMO ઑફિસના ક્લાર્ક બ્રિજેશ કુમારને શનિવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અધિક નિયામકની ઑફિસ, આઝમગઢમાં જોડવામાં આવ્યા છે.

સીએમઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં ક્લાર્ક બ્રિજેશ કુમારે ગંભીર ભૂલ કરી હતી. કુમારે કથિત રીતે રાજ્યપાલ પટેલના કાર્યક્રમમાં મૃત કર્મચારીને ફરજ સોંપી હતી. આ ઉપરાંત ખાદ્યપદાર્થોની ચકાસણી કરવા માટે કોઈ કર્મચારીને ફરજ પર મૂકવામાં આવ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પટેલ 26મી નવેમ્બરના રોજ જિલ્લાના બલિયા સ્થિત જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.

આનંદી બહેન પટેલ ગુજરાતનાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે તેમ જ શિક્ષણ અને મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button