ટોપ ન્યૂઝસ્પોર્ટસ

હમારી છોરીયા છોરો સે કમ નહીં જ્યાદા હૈ: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વાનખેડેમાં રચ્યો ઇતિહાસ

મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં 8 વિકેટથી જીતી ગયું છે. આ મેચના ચોથા દિવસે એટલે કે 24મી ડિસેમ્બરના રોજ ભારતીય ટીમને જીતવા માટે 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ ટીમ ઇન્ડિયાએ 19મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી છે.

ભારતના ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામેની હાર ભૂલી શક્યા નથી. ત્યાં 2023ને અલવિદા કહેતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તમામ દેશવાસીઓને જાણે નવા વર્ષની ભેટ આપી છે. આજે ભારતીય મહિલ ક્રિકેટ ટીમે જાણે વર્લ્ડકપનો બદલો વાળ્યો હોય તેમ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમને ટેસ્ટમાં મેચમાં હરાવીને ઇતિહાસ રચ્યો છે.


ભારત માટે સેકન્ડ ઇનિંગમાં સ્મૃતિ મંધાનાએ છ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે 10 ટેસ્ટ મેચ યોજાઇ હતી. જેમાં કાંગારુઓએ ચાર જીતી હતી અને છ મેચ ડ્રો થઇ હતી. આ મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ ફર્સ્ટ ઇનીંગમાં 217 રન બનાવ્યા હતાં. તાહિલા મૈક્ગ્રાએ સૌથી વધુ 50 અને બેથ મૂનીએ 40 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની પૂજા વસ્ત્રાકરે ચાર અને સ્નેહ રાણાએ ત્રણ વિકેટ લીધી હતી.


ભારતીય ટીમે પહેલી ઇનીંગમાં 406 રન બનાવ્યા હતાં. એટલે કે પહેલી ઇનીંગના આધારે ભારત 189 રનથી આગળ હતું. દિપ્તી શર્માએ 78 અને સ્મૃતી મંધાનાએ 74 રન બનાવ્યા હતાં. ઉપરાંત રુચા ઘોષ અને જેમિમા રોડ્રિગ્સે પણ હાફ સેન્ચ્યુરી કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત