વેપાર

જિંદગી તો આમ જીવાય

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

આજની સ્માર્ટફોન, એલઇડી ટીવી, ફેન્સી કાર્સ અને ભવ્ય આવાસોભરી દુનિયામાં ભૌતિકવાદી જિંદગી દરેક વ્યક્તિ જીવવાની ઇચ્છા રાખે તે સ્વાભાવિક છે, પણ દરેકની આર્થિક પરિસ્થિતિમાં આ શક્ય ના હોય તે નિરાશા અનુભવે છે તેથી આવી જિંદગી હાંસિલ કરવા માટે અથાગ પ્રયત્નો જરૂરી બની જાય છે.

અખબારો, મેગેઝિન્સ, ટી. વી. અને ફિલ્મોમાં જે રીતે યુરોપ, અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં રહેતા લોકોની લાઇફસ્ટાઇલ બતાવવામાં આવે છે તેના પરથી એવો તાગ નીકળ છે કે ત્યાંની પ્રજા બહુ સુખ સાહ્યબી ભોગવે છે અને તેથી થર્ડ વર્લ્ડ ક્ધટ્રીઝના લોકો આવી લાઇફસ્ટાઇલ જીવવાની ઇચ્છા રાખે તે સ્વાભાવિક છે.

જેમ થર્ડ વર્લ્ડમાં રહેતો દરેક નાગરિક ગરીબ નથી તેમ વિકસિત દેશોમાં રહેતો દરેક નાગરિક પણ અમીર નથી પણ અમીર થવાની ઇચ્છા જરૂર રાખે છે.

આવી જ એક રિયલ લાઇફ સ્ટોરી છે ઑસ્ટ્રેલિયન સિંગલ મધર રીહાનોન રીસની.

રીહાનોન રીસ:
રીસની કહાની છે એક ઑસ્ટ્રેલિયન મહિલાની કે જે કેનેડામાં રહેતી હતી અને બિઝનેસ ડિગ્રી અને હોમિયોપેથીમાં માસ્ટરની ડિગ્રી ધરાવતી હતી તેમ છતાં તેને કેવી રીતે જિંદગીના કઠિન દિવસોમાં સામનો કરવો પડયો હતો.

એક સમયે સ્પાની માલકણ કે જેને ત્યાં ૩૫ માણસો કામ કરતા હતા તેને કુદરતે એવી લપડાક મારી કે કોઇ માણસ તેના દુશ્મન માટે પણ ન કલ્પે તેવા દિવસો ગુજારવા પડયા.

જેમ અગાઉ જણાવ્યું તેમ આ સિંગલ મધર તેના બહુ દુખી ડાયવોર્સ પ્રોસિડિંગના ગમમાંથી બહાર આવે ત્યાં જ સ્પામાં નુકસાની સહન કરવાના કારણે રાતોરાત રસ્તા ઉપર આવી ગઇ હતી.
કેનેડામાં રહેવા ઘર નહીં હોવાના કારણે તેણે હાઉઝ સિંટિગની જોબ સ્વીકારી લીધી જેમાં તેને રહેવાનો પ્રોબ્લેમ સોલ્વ થયો પણ વારંવાર એક નોકરીથી બીજી નોકરી એક ઘરથી બીજું ઘર તેમાં તેની એનર્જી ખતમ થવા લાગી તેથી તેણે નક્કી કર્યું કે હાઉઝ સિટિંગની જોબ કરતા છૂટક જોબ કરવી તેના અને તેના પુત્ર માટે સારી રહેશે અને તેથી તેણે મહામહેનતે તેના એક મિત્રને વિનંત કરીને તેના રહેવા માટે એક નાના તંબુની વ્યવસ્થા કરવા માટે મદદ માગી. તેણે આ તંબુ માત્ર એક જ અઠવાડિયા માટે જોઇએ છે તેમ જણાવ્યું પણ તે જાણતી હતી કે એક અઠવાડિયું નહીં પણ ચાર મહિના માટે તેની જરૂર પડવાની છે પણ જો ચાર મહિના કહેતો કોઇ મદદ ના કરે તેથી એક અઠવાડિયાની મદદ માગી ૪ મહિના કાઢયા.

કેનેડામાં શિયાળામાં માઇનસ ૨૬ ડિગ્રી ઠંડી પડે છે જેમાં બધુ બરફમાં થીજી જાય છે તેવી ઠંડીમાં રીસ તેના પુત્રને ઉઠાડીને તેની સાથે હોટેલમાં ક્લિનિંગની જોબમાં લઇ જતી ત્યારબાદ સવારે તેના પુત્રને બેબી સિટિંગમા મૂકીને સ્પામાં નોકરી કરવા જતી, સાંજે પુત્રને બેબી સિટિંગમાંથી પાછો ઘરે લાવતી હતી. હોટેલમાં ક્લિનિંગનું કામ કરતી રીસને હોટેલનું વધ્યુ ઘટયું ખાવાનું મળતું જેમાં દીકરાનું રોજનું ભોજન હતું.

ટેન્ટમાં રહેતી રીસ અને તેના પુત્ર માટે બાથરૂમ અને ટોયલેટની રોજની સમસ્યા રહેતી. માસ્ટર ડિગ્રી ધરાવતી રીસ વિચારતી કે આ દિવસોનો અંત ક્યારે આવશે? તેણે એક દિવસ એક કાગળમાં આંકડા લખ્યા કે જો તે એટલી રકમ કમાઇ લે તો તેની અને તેના પુત્રની બાકીની જિંદગી આસાનીથી જીવી શકાય.

ક્યારેક કુદરત પણ પડતાને પાટુ મારે છે તે સિદ્ધાંત મુજબ એક દિવસ રીસને ઑસ્ટે્રલિયાથી મેસેજ આવ્યો કે તેની મા બહુ સિરિયસ છે તેથી તેની દેખભાળ કરવા માટે રીસની ઑસ્ટ્રેલિયામાં હાજરી જરૂરી છે. એક બાજુ જ્યાં જિંદગી એક સમસ્યા હોય હેઠવાડ ખાઇને જીવન ગુજારતી રીસ તેના માને કયાં મદદ કરી શકે તેમ છતાં લોકોને હાથ જોડીને ઉધાર ઉછીના કરીને ૯૦૦૦ ડૉલર્સ ભેગા કરીને રીસ તેના પુત્ર સાથે ઑસ્ટ્રેલિયા રહેવા આવી ગઇ.

ઑસ્ટ્રેલિયામાં સિંગલ પેરેન્ટને મળતી આર્થિક મદદથી રીસે એક વર્ષ તેની માની સારવારમાં ગુજાર્યું પણ આર્થિક પરિસ્થિતિમાં કંઇ ફરક પડતો નહોતો. આમાં અચાનક એક દિવસ તેની મુલાકાત તેના એક જૂના મિત્ર સાથે થઇ. આ મિત્ર રીસની ટેલેન્ટથી પરિચિત હતો કારણ કે રીસે તેનું સ્પા શરૂ કરેલું તે અગાઉ તેણે કોલગેટ અને ડનલોપ કંપનીમાં માર્કેટિંગની જોબ કરેલી હતી અને રીસમાં માર્કેટિંગની બહુ સરસ આવડત છે.

રીસના મિત્રએ તેને કહ્યું કે અમેરિકાના લાસવેગાસમાં દુનિયાભરમાં કોચિંગ શીખવાડતી એકશન કોચ નામની સંસ્થા છે જે તે કોચિંગનો અભ્યાસ કરાવે છે જે શીખીને સ્ટુડન્ટ નવી કેરિયર શરૂ કરી શકે છે. રીસે એક તો અમેરિકા જવાનું, તેની માંદી મા પાસે તેના દીકરાને મૂકી જવાનો અને કોર્સ ફીના ૨૫,૦૦૦ ડૉલર્સ ચુકવવાના વિચારે તેને ભયભીત કરી દીધી પણ હિંમત કરીને ટેન્ટમાં જે કાગળમાં સુખભરી જિંદગીના આંકડાની રકમો લખેલી તે ચીઠી બહાર કાઢી વાંચીને ફરી હિંમત વધારીને બૅન્કના મેનેજરોને કાકલુદી કરીને ૨૫,૦૦૦ ડૉલર્સની લોન લઇને લાસવેગાસ એકશન કોર્સ જોઇન્ટ કરી લીધો.

અમેરિકાથી કોર્સ પૂરો કરીને રીસ ઑસ્ટ્રેલિયા પાછી ફરીને વેલનેસ, ન્યુટ્રીશન અને મોટિવેશનલના કલાસિસ શરૂ કર્યા. કંપનીઓને તેના બિઝનેસમાં એમ્પ્લોઇઝને મોટિવેટ કરીને તેના ટર્ન ઓવરમાં ૧૦૦ ટકાથી ૧૦૦૦ ટકાનો વધારો કરેલો હતો. રીસની માની તબીયત પણ સારી થતા તેણે રીસની સેક્રેટરીનો રોલ કરી તેને તેના બિઝનેસમાં મદદ કરવા લાગી. રીસે કોચિંગના વિષય ઉપર બુકસ લખી લોકોને મોટિવેટ કરીને તેની જિંદગીમાં આમૂલ્ય પરિવર્તન લાવ્યું સારા એવા પૈસા કમાયા મોટું મકાન લીધું અને ફરી એકવાર ટેન્ટમાં લખેલો કાગળ બહાર કાઢીને ક્ધફર્મ કર્યું કે તેણે જિંદગીમાં તેટલા પૈસા કમાય લીધા છે કે તેની બાકીની જિંદગી સુખેથી પસાર થઇ શકે છે.

ભગવાન ના કરે પણ નોકરી વ્યવસાય, બિઝનેસ કે સ્ટોક માટેના રોકાણમાં જો રીસ જેવી પરિસ્થિતિ જો કોઇની જિંદગીમાં આવે તો અચાનક લાઇફ બદલાય જાય અને આર્થિક મુશ્કેલીઓ વધી જાય. મગજ બહેર મારી જાય ત્યારે કાયરતાના વિચારો મગજમાંથી ફેંકીને આવતી કાલ ઉજળી છે તેવી જો આશા રાખે તો જો રીસની જેમ એક ચીઠી બનાવીને આત્મવિશ્ર્વાસથી સારા દિવસો જરૂર ફરી મેળવી શકે છે કારણકે “વીથ કોન્ફિડન્સ ધ ગેમ ઇઝ વન, બીફોર ઇટ ઇઝ સ્ટાર્ટેડ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button