મનોરંજન

કેમ જાહ્નવી કપૂરે રાતોરાત મુંબઈમાં આવેલા ચાર એપાર્ટમેન્ટ વેચી નાખ્યા?

દિવંગત અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે તેમની બે દીકરીઓની વધારે નજીક આવી ગયા છે અને તેઓ તેમની વધુ કાળજી રાખી રહ્યા છે, સામે પક્ષે બંને દીકરીઓ પણ પિતાની ખૂબ જ નજીક છે. મોટી દીકરી જાહ્નવીની વાત કરીએ તો તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગળી ઓળખ ઊભી કરી છે જ્યારે નાની દીકરી ખુશીએ હાલમાં જ ધ આર્ચીઝથી એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યું છે. જોકે, હવે જાહ્નવી કપૂરને લઈને હવે એક ખૂબ જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે જાહ્નવીએ હાલમાં જ પોતાના ચાર મોંઘા એપાર્ટમેન્ટ વેચી કાઢ્યા છે. જી હા, જાહ્નવી, ખુશી અને બોની કપૂરે અંધેરીમાં આવેલા ચાર એપાર્ટમેન્ટ ખૂબ જ ઊંચી કિંમતે વેચી દીધા છે. એક રિપોર્ટમાં આ બાબતનો ખુલાસો થયો છે કે બોની કપૂર અને તેમની દીકરીઓએ તેમના 4 એપાર્ટમેન્ટ વેચી દીધા છે. આ ચાર ફ્લેટ મુંબઈના અંધેરીના ગ્રીન એકર્સ વિસ્તારમાં આવેલા છે.

આ જ અનુસંધાનમાં મળેલી એક બીજી માહિતી અનુસાર તમામ ફ્લેટ રૂ.12 કરોડથી વધુની કિંમતે વેચાયા હતા અને આ ફ્લેટની કિંમત 6 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર સૌથી મોટો ફ્લેટનો એરિયા 1870 સ્ક્વેર ફૂટ છે અને આ ફ્લેટ અંજુ નારાયણ અને સિદ્ધાર્થ નારાયણને વેચવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે.

જોકે, ત્રણે જણે આ ફ્લેટ કયા કારણસર વેચ્યા છે તે જાણવા મળ્યું નથી, પરંતુ ચોક્કસ જ કોઈ મહત્ત્વનું કારણ હશે તો જ બોની અને બંને દીકરીઓ આ પગલું ભરે એવી અટકળો ઈન્ડસ્ટ્રીમાં વ્યક્ત કરાઈ રહી છે.

પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો જાહ્નવી કપૂર છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી શકી નહોતી. પરંતુ તેમ છતાં દર્શકોને જાહ્નવીનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો. જાહ્નવીના હાથમાં હજી ઘણા પ્રોજેક્ટ છે જે અંડર પાઈપલાઈન છે અને એમાંથી જ એક એટલે જેમાંથી એક છે મિસ્ટર અને મિસીઝ માહી અને બીજી ફિલ્મ છે ઉલઝન….

ભાઈસાબ અત્યારે તો બોની કપૂર અને બંને દીકરીઓએ મુંબઈમાં આવેલા ચાર એપાર્ટમેન્ટ એક સાથે વેચીને લોકોને ચોક્કસ જ ઉલઝનમાં નાખી દીધા છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button