આમચી મુંબઈ

આજે મનોજ જરાંગેની જાહેરસભા, તંત્ર એલર્ટ પર

મુંબઈ: બીડમાં શનિવારે મરાઠા આંદોલનના કાર્યકર મનોજ જરાંગેની જાહેર સભા છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની આશા સેવાઇ રહી છે. આયોજકો દ્વારા આ માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. મરાઠા લોકો માટે અંદાજે ત્રણ ટન ખિચડી બનાવવામાં આવનાર છે જ્યારે ચાર લાખથી વધુ પાણીની બાટલીઓ અને એક ટ્રક ભરીને કેળા વિતરણ કરવામાં આવશે.

બીડના પાટીલ મેદાન પર જરાંગીને બેઠક યોજાવાની છે ત્યારે એડિશનલ પોલીસ કમિશનર જ્ઞાનેશ્ર્વર ચવ્હાણ, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નંદકુમાર ઠાકુરે સભાસ્થળની મુલાકાત લીધી હતી. આ સભામાં સામેલ થનારા લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ટ્રાફિકમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. શનિવારે સભાના સ્થળની ત્યાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે અત્યાવશ્યક વાહનોને જ હાઇવે પર માર્ગ મળશે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાની પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ૨૪મી ડિસેમ્બરે જરાંગેએ રાજ્ય સરકારને આપેલુ અલ્ટિમેટમ પૂર્ણ થવાનું છે.

મહારાષ્ટ્ર સરકાર લાચાર છે: ભુજબળ
મુંબઈ: મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળે શુક્રવારે મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે પર કટાક્ષ કરતા કહ્યું કે તેમની માગણીઓ વધી રહી છે પરંતુ મહારાષ્ટ્ર સરકાર લાચાર છે. અગાઉ તેમણે જરાંગેની ટીકા કરી હતી.

દિગ્ગજ ઓબીસી નેતા અને મહાત્મા ફૂલે સમતા પરિષદના સ્થાપકે એકનાથ શિંદેની આગેવાની હેઠળની ગઠબંધન સરકારના ઐતિહાસિક રેકોર્ડના આધારે મરાઠાઓને કુણબી (ઓબીસી) પ્રમાણપત્રો આપવાના નિર્ણય સામે વિરોધી વલણ અપનાવ્યું છે. રાજ્યના ત્રણ પ્રધાનો જાલના જિલ્લાના અંતરવાલી સરાતી ખાતે કાર્યકર્તાને મળ્યા અને તેમની માગણીઓ અંગે સરકારના પ્રતિભાવ માટે વધુ સમય આપવા વિનંતી કર્યાના એક દિવસ બાદ આ નિવેદન આવ્યા હતા. જો કે, જરાંગે તેની ૨૪ ડિસેમ્બરની સમયમર્યાદા પર મક્કમ રહ્યો છે .

અગાઉ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભાને કહ્યું હતું કે પછાત વર્ગ આયોગના અહેવાલની સમીક્ષા કર્યા પછી મરાઠાઓને ક્વોટા આપવા માટે, જો જરૂર પડશે તો, ફેબ્રુઆરી ૨૦૨૪માં વિધાનસભાનું વિશેષ સત્ર યોજવામાં આવશે. (પીટીઆઈ)

મુંબઈ આવતા ટ્રેક્ટર પર પ્રવેશબંધી મનોજ જરાંગે એકનાથ શિંદે પર નારાજ
મુંબઈ: જરાંગે પાટીલે ૨૪ ડિસેમ્બર પછી મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી છે. પોલીસે નાંદેડથી મુંબઈ તરફ ટ્રેક્ટરની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસે આ વાહનોના માલિકોને નોટિસ પણ પાઠવી છે. આ ઘટના બાદ મરાઠાઓમાં ગુસ્સો છે. મનોજ જરાંગે પાટીલે ૨૪મી ડિસેમ્બરથી મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. આ આંદોલનમાં ઘણા જિલ્લાઓમાંથી હજારો મરાઠાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ગામમાંથી મરાઠાઓના ટ્રેક્ટરમાં આવે તેવી શક્યતા છે. જો કે આ સમય દરમિયાન ટ્રેક્ટરો ટ્રાફિકને વિક્ષેપિત કરી શકે છે, લોકો ભીડ કરી શકે છે અને અગ્નિદાહ, વાહનોને તોડવા જેવી અપ્રિય ઘટનાઓનું કારણ બની શકે છે. તેથી પોલીસે ટ્રેક્ટર માલિકોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત