લીકર કેસમાં ‘આપ’ના નેતાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન નકાર્યા
નવી દિલ્હી: દિલ્હી લીકર કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહના જામીન અરજીને નકરવામાં આવી છે, તેનાથી સંજય સિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની અદાલતે કહ્યું હતું કે આપના નેતા સંજય સિંહ સામે દાખલ કરવામાં આવેલો ગુનો વાસ્તવિક છે. અલબત્ત, કોર્ટમાં જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તેમની મની લોન્ડરિંગમાં સંડોવણી હોવાનું જણાય છે.
કોર્ટે સંજય સિંહના જામીનને રદ કરતાં કહ્યું હતું કે આ કેસમાં સાક્ષીઓના જવાબથી સાબિત થાય છે કે સંજય સિંહ પણ આ કેસમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ગુનામાં સામેલ છે. અદાલત સામે દલીલ રજૂ કરતાં સંજય સિંહના વકીલે કહ્યું હતું કે સંજય સિંહ સામે રાજકારણના સંબંધિત છે અને તેમની સામે કોઈ પૈસાનો કેસ નથી. આ પહેલા દિલ્હી હાઇ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ડી)એ કરેલી સંજય સિંહની અટક અને રિમાન્ડને પડકારતી અરજીને પણ ફગાવી દીધી હતી.
ઇડીએ આપના નેતા સંજય સિંહને ચાર ઓક્ટોબરના દિલ્હીના તેમના ઘરની તપાસ કર્યા બાદ ધરપકડ કરી હતી. આઇડી દ્વારા મની લોન્ડરિંગ માટે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. ઇડીએ આ ચાર્જશીટમાં સંજય સિંહ મની લોન્ડરિંગ અને અન્ય આરોપીઓની મદદનો પણ આરોપ મૂક્યો છે.
મની લોન્ડરિંગના આરોપો સામે સંજય સિંહે કહ્યું હતું કે તેમને રાજકીય શિકાર બનાવવામાં આવી રહ્યો છે. સંજય સિંહે હજી સુધી મની લોન્ડરિંગના આરોપને સ્વીકાર્યા નથી. તેમ છતાં ઇડીએ કહ્યું કે તેમની સામે લાગેલા દરેક આરોપ સ્પષ્ટ છે. સંજય સિંહ સામે લીકર સ્કેમના મુખ્ય આરોપી છે સાથે જ સંજય સિંહ પર લાંચ લેવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.
સંજય સિંહના જામીન અરજીને રદ કરવાની સાથે દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે આપના નેતા મનીષ સિસોદિયાની કસ્ટડીમાં પણ વધારો કર્યો હતો. સિસોદિયાને શુક્રવારે અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે તેમની કસ્ટડીને 19 જાન્યુઆરી સુધી વધારવાનો આદેશ આપવામાં આવ્યો હતો.