આમચી મુંબઈમહારાષ્ટ્ર

શું ઉદ્ધવ-રાજ ઠાકરે ફરી સાથે હશે?, સાથે વાત કરતા જોવા મળ્યા બંને ભાઇ

મુંબઇઃ શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે વાતચીતના સંબંધ નથી એ તો બધા જાણે જ છે, પણ હાલમાં બંને ભાઈઓ એકસાથે જોવા મળતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે.

જોકે, અહીં અમે તમને જણાવી દઇએ કે ઉદ્ધવ અને રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણમાં નહીં પણ એક ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. બંને ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક ખાનગી કાર્યક્રમમાં એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા. આજે રાજ ઠાકરેની બહેન જયવંતીના પુત્રની સગાઈ હતી જેમાં બંને ભાઈઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં MNS પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એકસાથે દેખાવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

આ સગાઇ સમારોહ દાદર, મુંબઈના એક હોલમાં યોજાયો હતો જેમાં સમગ્ર ઠાકરે પરિવાર હાજર હતો. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરે સમગ્ર ઠાકરે પરિવારને મળ્યા હતા. સગાઇ ફંક્શનમાં આવેલા કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ દરમિયાન બંને ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન રશ્મિ ઠાકરે અને શર્મિલા ઠાકરે પણ મળ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘટનાક્રમને કારણે બંને ભાઈઓ વચ્ચે અણબનાવ સર્જાયો હતો. માત્ર 5 દિવસ પહેલા જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ ધારાવી પ્રોજેક્ટને લઈને એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ધારાવી લગભગ 2.8 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ સ્લમ વિસ્તાર છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની નજીક હોવાને કારણે, આ વિસ્તારની કિંમત ઘણી વધારે છે. અહીં ઘણા નાના ઉદ્યોગો છે, જે એક લાખ લોકોને રોજગાર આપે છે. સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અહીં હાઈ રાઈઝ ઈમારતો અને અન્ય અનેક પ્રકારના વિકાસ થવાના છે.

2004માં શરૂ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ 68 હજાર લોકોને બીજે ક્યાંક વસાવવાની યોજના છે. આ માટે તેમને તૈયાર મકાનોનું વચન આપવામાં આવ્યું છે. વર્ષ 2011માં સરકારે અહીંનું ટેન્ડર રદ કર્યું હતું. બાદમાં ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે, જેનો હવે વિરોધ થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button