સ્પોર્ટસ

ભારત વર્લ્ડ કપ હાર્યું પણ આ વર્ષે આટલી મેચ જીતીને આ નંબરે રહી

પાર્લઃ આ વર્ષે ભારતના ઘરઆંગણે વર્લ્ડ કપ રમાયો, જેમાં ફાઈનલ મેચમાં ભારત હાર્યું હોવા છતાં સૌથી વધુ મેચ જીતવામાં ભારતે બીજા ક્રમે રહેવાનો રેકોર્ડ કર્યો છે. ગઈકાલે ભારતે દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીમાં બીજી વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. વિરાટ કોહલી બાદ કેએલ રાહુલ બીજો કેપ્ટન બની ગયો છે, જેણે તેની કેપ્ટનશિપમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચ 78 રનથી જીતી હતી.

આ મેચની જીત સાથે 2023માં ટીમ ઈન્ડિયાની તમામ વન-ડે મેચ સમાપ્ત થઈ ગઈ હતી અને આ વર્ષે ટીમ ઈન્ડિયાએ વન-ડે ફોર્મેટમાં પણ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે આ વર્ષે કુલ 27 વન-ડે મેચ જીતી છે. આ સાથે ટીમ ઈન્ડિયા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વન-ડે મેચ જીતનારી બીજી ટીમ બની ગઈ છે. નોંધનીય છે કે આ વર્ષ ટીમ ઈન્ડિયા માટે ઘણું સારું રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ભારતમાં ડોમેસ્ટિક વન-ડે સીરીઝ તેમ જ વિવિધ દેશોમાં વન-ડે મેચ જીતી હતી.

ટીમ ઈન્ડિયાએ 2023માં વન-ડે એશિયા કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઘણી મેચો જીતી હતી. તે પછી વન-ડે વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચથી લઈને સેમિફાઈનલ મેચ સુધી સતત તમામ 10 મેચ જીતી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ ફાઈનલ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની શકી ન હતી.

એક વર્ષમાં સૌથી વધુ વન-ડે મેચ જીતવાના મામલે બીજા સ્થાને છે. આ યાદીમાં પહેલી ટીમ ઓસ્ટ્રેલિયા છે. ભારતે વર્ષ 2023માં 27 વન-ડે મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયા આ મામલે પ્રથમ સ્થાને છે અને તેણે 30 વન-ડે મેચ જીતી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે