લાડકી

એક્સેસરીઝ… વગર ન ચાલે ! કયા પ્રસંગે કેવા ડ્રેસ સાથે કઈ કઈ એક્સેસરીઝ વાપરવી એની ખરી સૂઝ તમારા લુક-દેખાવને ચાર ચાંદ લગાડી દેશે…

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

કોઈ પણ ીએ મોંઘામાં મોંઘો આઉટફિટ પહેર્યો હોય, પરંતુ એની પર જો વ્યવસ્થિત એક્સેસરીઝ ન પહેરી હોય તો આખા આઉટફિટની મજા મારી જાય છે.એક્સેસરીઝથી તમારા આઉટફિટમાં એકે એક્સ્ટ્રા એલિમેન્ટ-એક વધારાનું આકર્ષણ ઉમેરે છે.એક્સેસરીઝથી તમને અને તમારા આઉટફિટને એક સંપર્ણ ટ લુક -દેખાવ મળે છે. એક્સેસરીસની પસંદગી આઉટફિટ તેમજ ક્યાં જવાનું છે તેને અનુરૂપ કરવી જોઈએ. એક્સેસરીઝમાં ખૂબ બધી વસ્તુઓ આવે છે,જેની ખરીદી તમારા ડ્રેસ અનુરૂપ, તમારી બોડી ટાઈપ પ્રમાણે અને ખિસ્સાને અનુરૂપ કરવી. એક્સેસરીઝમાં બેગ, જ્વેલરી, બેલ્ટ, સ્કાર્ફ વગેરેનો સમાવેશ થઇ શકે. એક્સેસરીસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની માટે એક આગવી સૂજ હોવી જોઈએ.ચાલો, જાણીયે કઈ એક્સેસરીઝ કયા પ્રમાણમાં પહેરવી જોઈએ….

બેલ્ટ

બેલ્ટ તમારા ડ્રેસને એક ચોક્કસ લુક આપે છે.જો કોટન હોઝિયરી ફેબ્રિકનો સ્ટ્રેટ ડ્રેસ પહેર્યો હોય તો થોડી વાર પછી કોટન હોઝિયરી ફેબ્રિક લુઝ દેખાય છે, પરંતુ તેની સાથે જો તમે બેલ્ટ પહેરો તો તે ડ્રેસને એક ચોક્કસ ફિટિંગ મળશે. તમારા ફિગરને એક ચોક્કસ શેપ મળશે. બ્લેક કલરના સ્ટ્રેચેબલ બ્રોડ બેલ્ટ હોવા જ જોઈએ.ડ્રેસ સાથે તો સારા લાગે જ છે બીજી રીતે પણ પહેરી શકાય જેમકે, ઓલિવ ગ્રીન કલરનું સિગાર પેન્ટ તેની સાથે ઓવરસાઈઝ વાઈટ શર્ટ, આ શર્ટ પર તમે બ્લેક કલરનો બ્રોડ ઈલાસ્ટિક વાળો બેલ્ટ પહેરી એક સ્ટાઈલિશ લુક આપી શકો. બેલ્ટમાં ઘણી વેરાઈટી આવે છે. ગોલ્ડન અને સિલ્વર કલરના બેલ્ટ કે જેની સાઈઝ હાફ ઇંચથી મેક્સ ૨ ઇંચની હોય છે. આવા બેલ્ટ સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરી પેહરી શકાય.બેલ્ટ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે,તમારું શરીર સુડોળ હોય.જેમકે ભરેલા શરીર વાળી યુવતી જો બેલ્ટ પહેરી તો તેનું પેટ અને કમરનો ભાગ વધારે હાઈલાઈટ થશે અને વધારે જાડા લાગશે. પાતળી યુવતીઓ બેલ્ટ પહેરી શકે કે જેનો પેટ અને કમરનો ભાગ હેવી નથી. જો તમને બેલ્ટ પહેરવાની અલગ અલગ સ્ટાઇલ આવડતી હોય તો તમે કોટન કે સિલ્કના બે ઇંચ જેટલા બેલ્ટ વસાવી શકો.આઉટફિટને અનુરૂપ તમે બેલ્ટ પહેરી શકો.ખાસ કરીને કોર્પોરેટ કમ્પનીમાં કામ કરતી દરેક યુવતીએ બેલ્ટ પહેરવા જ જોઈએ.

જ્વેલરી

જ્વેલરી એ ીની મનપસંદ એક્સેસરીઝ છે. જેટલી પણ વસાવો તેટલી ઓછી જ લાગે. જ્વેલરીની પસંદગી પ્રસંગને અનુરૂપ હોવી જોઈએ જેમકે, તમારા ઘરની કોઈ પૂજા હોય અને સાડી પહેરી હોય તો, હાથમાં મેચિંગ બંગડી,સાડીને મેચિંગ ગળામાં નેકલેસ અને તેને મેચિંગ ઝુમખા પહેરી શકાય. માથાંમાં લો બન વાળી તેની પર ગજરો નાખી એક હેવી લુક આપી શકાય,પરંતુ જો તમારે કોઈના ઘરે પૂજામાં જવાનું હોય તો કોઈ પણ બ્રાઇટ કલરનો ડ્રેસ પહેરવો.જો ડ્રેસ પ્લેન હોય તો હેવી દુપટ્ટા સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય. હાથમાં એક સિમ્પલ કડું પહેરવું. કોઈના ઘરની પૂજામાં જવા માટે તમારે હેવી તૈયાર નથી થવાનું. તેથીજ વધારે જ્વેલરી ન પહેરી કાનમાં સરસ ઝુમખા પહેરી એક સેમી ટ્રેડિશનલ લુક આપી શકાય.જો કોઈ ફંક્શનમાં જવાનું હોય અને તમારી પાસે કોઈ હેવી ડ્રેસ ન હોય તો પ્લેન ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કલરનો એક હેવી નેકપિસ પહેરી શકાય. કોઈપણ એક્સેસરીઝ પ્લેન આઉટફિટ સાથે પહેરવામાં આવે તો વધારે ઉઠીને આવે અને તમે શું પહેર્યું છે તે બરાબર બધાની નજરે ચઢે છે.

બેગ્સ

નાની-મોટી બેગ્સ,ક્રોસ બેગ, ફેન્સી ક્લચ અથવા બટવા કે પોટલી.તમે કઈ જાતની બેગ્સ વાપરો છે તેના પરથી તમારી પર્સનાલિટીનો ખ્યાલ આવે છે.તમારી સ્ટાઇલિંગનો ખ્યાલ આવે છે.કોઈ પણ ી પાસે ટોટ બેગ,ક્રોસ બેગ અને ફેન્સી ક્લચ હોવું જ જોઈએ.ડેનિમ સાથે ટોટ બેગ અથવા ક્રોસ બેગ સારી લાગશે.કોઈ પાર્ટીમાં જવાનું હોય અને તમે બ્લેક એન્ડ બ્લેક ડ્રેસમાં હો તો સિલ્વર,ગોલ્ડન અથવા રેડ કલરનું ફેન્સી ક્લચ એક પરફેક્ટ લુક આપશે.ફેન્સી ક્લચ હંમેશાં શિમર અથવા ડાયમન્ડ કે બીડ્સ વાળા હોય છે.વધારે પડતા શિમર ડ્રેસ સાથે ફેન્સી ક્લચ લેશો તો સારું નહીં લાગે માટે જ પ્લેન કોમ્બિનેશન સાથે ફેન્સી ક્લચનો ઉપયોગ કરવો, જેથી કરી ફેન્સી ક્લચ તમારા આઉટફિટને કોમ્પ્લીમેન્ટ કરી શકે.ટ્રેડિશનલ ડ્રેસ કે સાડી સાથે પોટલી સારી લાગશે. પોટલીમાં પણ ખૂબ બધી વેરાઈટી આવે છે.તમે ગોલ્ડન, રેડ અને સિલ્વર જેવી બેઝિક કલરની પોટલી વસાવો તો તમારા ઘણા પર્પઝ સોલ્વ થઈ જાય.

સ્કાર્ફ
સ્કાર્ફ એક સિમ્પલ આઉટફિટને પણ સ્ટાઈલિશ લુક આપી શકે. સ્કાર્ફ ઘણા પ્રકારના આવે છે. તમારી જરૂરિયાત પ્રમાણે વસાવવા. જેમકે રેયોન, સિલ્ક અને સ્વેટ ફેબ્રીકના સ્કાર્ફ હોય તો ઓલ સિઝન પર્પઝ સોલ્વ થઇ જાય. રેયોન ફેબ્રિકમાં પ્લેન અને પ્રિન્ટેડ સ્કાર્ફ આવે છે.મોટા ભાગે યુવતીઓ આ સ્કાર્ફનો ઉપયોગ ટ્રાવેલિંગમાં કરે છે. અથવા તો મુવી માટે કે રાત્રે કોફી માટે જવું હોય ત્યારે રેયોનના સ્કાર્ફ સારા લાગે. સિલ્કના સ્કાર્ફ એક ફોર્મલ લુક આપે છે. તેથી કરી સિલ્કના સ્કાર્ફ કોર્પોરેટ કમ્પનીમાં કામ કરતી યુવતીઓ વધારે પહેરે છે. સ્કાર્ફને પહેરવાની અલગ અલગ ટાઇન્ગ સ્ટાઇલ હોય છે કે જો તમને ડિફરન્ટ ટાઇન્ગ સ્ટાઇલ આવડતી હોય તો તમે એક જ સ્કાર્ફને અલગ અલગ લુક આપી શકો. જે વુલ ફેબ્રિકમાં સ્કાર્ફ આવે છે તે તમે હોલીડે પર અથવા વિન્ટરમાં પહેરી એક સ્ટાઈલિશ લુક આપી શકો…
* એક્સેસરીઝ વસાવવા તો વસાવી લઈએ, પરંતુ યાદ રાખીને કઈ ઇવેન્ટમાં શું પહેરવું તે ચીવટ માંગી લે છે.
* કોઈનું જોઈને આંધળું અનુકરણ કરવું નહીં.
* તમારા બોડી ટાઈપ અને સ્કિન ટોનને જે સૂટ થાય તે જ પહેરવું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ