લાડકી

ક્લોનિંગ

ટૂંકી વાર્તા -યોગેશ જોષી

એકવીસમી સદી અડધી પૂરી થઇ ગઇ છે. જૂના ડોનને પતાવી દઇને નવો યુવાન ડોન જાવેદ રંગમહેલના સ્વિમિંગપુલના કાંઠે સનબાથ લેવા માટે ચાંદીની કોતરણવાળી ફ્રેમની બનાવેલી આરામખુરશીમાં બેઠો છે. સ્વિમિંગપુલમાં કાચ જેવું ચોખ્ખુંચણક ગુલાબજળ હિલોળા લે છે. સવારના સુકોમળ તડકાના મોટા મોટા સોનેરી પાન હિલ્લોળાતા પાણીમાં તરે છે. બિકિની પહેરેલી પંદર-સોળ વર્ષની ક્ધયાઓ માછલીઓની જેમ તરે છે… ઘડીક ડૂબકી મારે, ઘડીક સપાટી પર સેલારા લે… તો કોઇ કોઇ પાટિયા પરથી ડાઇ મારતી હવામાં ગુલાંટો ખાતી ધબાક કરતી પડે ને ચારેબાજુ પાણી ઊડે…

ત્યાં ડોન આરામ ખુરશીમાંથી બે હાથ પાછળ ખેંચીને આળસ મરડતો ઊભો થયો. સિંહ જેમ ધીમે ધીમે ચાલતો પુલ નજીક ગયો ને ડાબી આંખ ઝીણી કરતા બોલ્યો.
‘મછલિયાં કભી કપડે પહેનતી હૈ ક્યાં?’

એકીસાથે હસવાના રણકાર સાથે બધી માછલીઓ ધીરેધીરે જળ બહાર નીકળી ને બિકિની ઉતારીને કાંઠે ફેંકતીક વળી ડૂબકી લગાવતીક તરવા લાગી…
ડોનના ચહેરા પર મર્માળુ સ્મિત ધજાની જેમ ફરફરવા લાગ્યું… ને થોડી ક્ષણ પછી તો ડોનેય સ્પિંગબોર્ડ પર જઇને ઝંપલાવ્યું- ભફાંગ…


કોઇ નવી અમેરિકન ફિલ્મની ઈ.ઉ. ભરાવી છે ને આઉટપુટ પ્રોજેકટ સાથે લગાવ્યો છે. સામે મોટા સ્ક્રિન પર બેકગ્રાઉન્ડમાં કોઇ નવી હિરોઇનની લીલી માંજરી આંખો દેખાય છે ને નંબરિયાં પડે છે. ડોન મખમલના ગાલીચામાં આડા પડીને ફિલ્મ જુએ છે… કોઇ સુંદરી પગ દાબે છે… કોઇ હળવો મસાજ કરી રહી છે. નંબરિયા પૂરાં થતાં દશ્ય બદલાય છે. બાથટબના ફીણફીણમાં ગુલાબી આરસની પૂતળી જેવી પંદરેક વર્ષની નવી હિરોઇન… ક્યારેક ક્યારેક ફીણ બહાર એનાં અંગ-ઉપાંગો જરી દેખાઇ જાય છે… હળવો મસાજ કરતી સુંદરી સ્ક્રિન ભણી જોવાના બદલે ડોનની આંખોમાંના ભાવ ઉકેલવા મથે છે.

બાજુમાં પડેલો મખમલનો પોચો પોચો તકિયો ખોળામાં લઇને પછી ડોન રિમોટની એક સ્વિચ દબાવે છે. આધુનિક સ્ટેનગનથી સજ્જ એક જણ પ્રવેશ કરતાં ઝૂકીને સલામ ભરે છે ને પછી હુકમની રાહ જોતો ઊભો રહે છે.

સ્ક્રિન પર દેખાતી બાથટબમાંથી બહાર નીકળતી નિર્વ હિરોઇન તરફ આંગળી ચીંધી શરાબી ગંધવાળા અવાજે ડોન બોલે છે.
‘આજકી રાતકે લિયે ઇસ લડકીકો અમેરિકાસે ઊઠા લે આઓ…’
‘જી સરકાર, ઇસે તો હમ અભી લે આયેંગે… લેકિન એકસે આપકા દિલ થોડા ભરેગા, સરકાર? એસી હી કઇ લડકિયા હમારે… ઝાકિરસા’બ…’
ડોનના મગજમાં ઝબકારો થયો. એણે એક બટન દબાવ્યું. સફેદ લાંબી દાઢીને ટાલવાળા બુઢ્ઢા વૈજ્ઞાનિક ઝાકિરસા’બ પ્રવેશ્યા ને ઊંડી ઊતરી ગયેલી આંખો પર ચશ્માં ઠીક કરતાં હુકમની રાહ જોઇ રહ્યા.

‘યે ક્લોનિંગ ક્યા હોતા હૈ?’
‘કિસી ફિમેલ પ્રાણી કે એક સેલમેસે…’
‘વો સબ હમેં સમજાને કી જરૂરત નહીં.
હૈ… ‘શરાબનો એક ઘૂંટ ભરતાં ડોને ઉમેર્યું, ‘સામને યે હિરોઇન દેખ રહે હો ન? બસ, ક્લોનિંગસે ઐસી દસ હિરોઇન પેદા કર દો…’
ઝાકિરસાહેબ ચોંક્યા… મનોમન બોલ્યા, ‘યા અલ્લાહ…’
‘ઇન્સાન કે ક્લોનિંગ પર પ્રતિબંધ તો ઓરોંકે લિયે હોતા હૈ, હમારે લિયે નહીં… સમજ ગયે? સભી વૈજ્ઞાનિકોકો કામ પર લગા દો… દસ દિનમેં હમેં ઐસી હી દસ લડકિયાં ચાહિયે…


અમેરિકાની હિરોઇનને ઉપાડી લાવવાનું સહેલું નહોતું. ડોનના માણસો જો હિરોઇનને ઉપાડી લાવે તો તરત ડોનના રંગમહેલ પર અમેરિકાથી મિસાઇલ આવી ચડે. પણ એ હિરોઇનનો જીવંતકોષ લાવવાનું તો સાવ સહેલું હતું. ને એ કોષમાંથી ક્લોનિંગ વડે હૂબહૂ એ હિરોઇન જેવી જ ક્લોનગર્લ્સ લેબોરેટરીમાં પેદા કરવાનુંય અઘરું નહોતું.


વધામણી મળતાં જ ડોન લેબોરેટરીમાં પ્રવેશ્યો. કાચની અલગ અલગ દસ પેટીઓમાં તાજા જ ઉઘડેલા ગુલાબ જેવી નાની નાની નવજાત ક્લોનગર્લ્સ હાથ-પગ હલાવી રહી હતી. આંખો ખોલતી… વળી મીંચતી… બગાસું ખાતી…. આળસ મરડતી… રડવા જેવો ચહેરો કરતી… વળી હસતી…
ડોનના ચહેરા પર ખુશી પ્રગટી… પણ પછી ચિંતાની રેખાઓ ઊપસી આવી…
‘યે સબ પંદર સાલકી હોગી તબ તક તો હમારી આધી જવાની ચલી જાયેગી…’
‘આપ ચિંતા મત કરીએ સરકાર… બસ, સિર્ફ પાંચ દિનોં મેં હી યે સબ પંદર સાલકી હો જાયેગી…’


છઠ્ઠા દિવસની સવારે ઊઠતાવેંત ડોને એક બટન દબાવ્યું. થોડી જ વારમાં ઝાકિરસાહેબ ખચકાતાં શયનગૃહમાં પ્રવેશ્યા…
‘ડોન જાવેદ બહુત ખુશ હુઆ…’
ડોન જાતે જ બોલ્યા, ‘બહુત મજા આયા…’
કામવાળી બાઇઓ ઇજાજત લઇ, ઝુકીને સલામ કરતી પ્રવેશી. ડોને કહ્યું-
‘યે ગાલીચા ફેંક દો… નયા બિછા દેના…’
ગાલીચા પરની વેલવેટની લીલી ચાદર પર ડાઘ દેખાતા હતા…
ડોને જોયુંતો ક્લોનગર્લ્સ હજીયે નિર્વ હતી! અંગ ઢાંકવાયે પ્રયત્ન કરતી નહોતી! ડોને ઝાકિરસાહેબ પાસે આ અંગે વિસ્મય પ્રગટ કર્યું તો ઝાકિરસાહેબે સમજાવ્યું-
જીનેટિક રિસર્ચ વડે આ બધી ક્લોનગર્લ્સના શરીર પંદર વર્ષની ઉંમરના થઇ ગયાં છે પણ એમની સાચી વય માત્ર પાંચ જ દિવસની છે! મા-બાપ પાસેથી, ઘર-સ્કૂલ પાસેથી, સમાજ પાસેથી, સમય-સ્થળ-વાતાવરણ પાસેથી એમણે જે કેળવણી મળવી જોઇએ એ હજી મળી જ નથી! એ લોકોને હજી ખબર જ નથી કે શરમ એટલે શું?
આ સાંભળીને ડોન કાળઝાળ ગુસ્સે થઇ ગયો. કોઇચાંપ દબાવી અંદર આવનારને હુકમ કર્યો-
‘યે સબ ક્લોનગર્લ્સ કો બેચ દો… ઔર અપને ધંધે કે સાથ સાથ યે ક્લોનગર્લ્સકા ભી ધંધા શરૂ કર દો… ક્લોનગર્લ્સ કે પ્રોડકશનકી ઇન્ફર્મેશન ઝાકિરસા‘બસે લે લો ઔર વેબસાઇટ પર એડવર્ટાઇઝ શરૂ કર દો… જિસમેં યે સબ ક્લોનગર્લ્સ હૈ ઇસકા પતા કિસીસો નહીં ચલના ચાહિયે… યે સબ મોડેલ્સ હૈ… સમજ ગયે? એની ડાઉટ?’
‘લેકીન સર’ ઝાકિરસા’બ આગળ બોલતા થોડા ખચક્ાયા. એમના ચહેરા પર કશાક ભયની રેખાઓ ઊપસી આવી.
‘હાં, બોલિયે…’ ડોને કહ્યું, ‘આપ ક્યા કહના ચાહતે હૈ?’
‘આમ બ્યૂટીકે સેલમેંસે ક્લોનગર્લ્સ બનાકર બેચના ઠીક રહેગા. પ્રસિદ્ધ હિરોઇનકા ક્લોન પ્રોડકશન બેચનેસે તો ખામખા હંગામા હો જાયેગા… હિરોઇનકી ક્લોનગર્લ્સ તો સિર્ફ આપકે લિયે ખાસ બનાઇ હૈ… યે સબ આમ આદમી કે પાસ જાય યે ઠીક નહીં રહેગા…’
‘આપણે સહી ફરમાયા ઝાકિરસા’બ…’ ડોને કહ્યું ને પછી તરત કોઇ સૈનિકને હુકમ કર્યો- ‘યે સબ ક્લોનગર્લ્સકો લે જાઓ ઔર ખતમ કર દો…’
આ સાંભળી ઝાકિરસાહેબ કંપી ઊઠયા… ગમે તેમ તોયે આ બધી ક્લોનગર્લ્સના તેઓ જનક હતા. એમણે સર્જેલી ક્લોનગર્લ્સનો આવો અંજામ?!
એ પછી ડોને ઝાકિરસાહેબને સમજાવ્યું કે તેઓ એવું સંશોધન કરે કે જેથી પાંચ દિવસમાં આ ક્લોનગર્લ્સનું માત્ર શરીર જ પંદર વર્ષ જેટલું ન થાય પણ એનામાં પ્રેમ, લાગણી, ગુસ્સો, લજ્જા, સંકોચ, સંવેદન વગેરે સંસ્કાર પણ વિકસિત થાય…


ઝાકિરસાહેબે વળી બે ક્લોનગર્લ્સ તૈયાર કરી… સંવેદન ઉપરાંત ઇન્ટેલિજન્સ પણ ડેવલપ થાય તદુપરાંત એના મગજમાં શોર્ટ ટર્મ મેમરીનું લોંગ ટર્મ મેમરીમાં રૂપાંતર થાય એનું જ ધ્યાન રાખેલું. પરિણામ કેવુંક મળે છે એ જાણવા ઝાકિરસાહેબ ખૂબ ઉત્સુક હતા.

બે જ દિવસમાં કાચની પેટીઓમાંની ક્લોનગર્લ્સની ઉંમર પંદર વર્ષ થઇ ગઇ. બેયને ડોનના શયનગૃહમાં મોકલી અપાઇ. બીજે દિવસે સવારે ઊઠતાવેંત ડોને ઝાકિરસાહેબને તેડાવ્યા.
બંને ક્લોનગર્લ્સે કપડાં પહેરેલાં હતા એ જોઇ ઝાકિરસાહેબે હા… શ… અનુભવી. પણ આંખો ઝીણી કરીને એમણે જોયું તો ડોનના ગાલીચા પરની વેલવેટની ચમકતી જાંબલી ચાદર પર ડાઘ નહોતા…! એ જોઇ ઝાકિરસાહેબને ફાળ પડી. અંદરથી તેઓ થરથરી ગયા. અગાઉ ડોને એક વૈજ્ઞાનિકને ઉડાવી દીધેલો એ યાદ આવ્યું. થયું, અબ મેરી જિંદગી ભી… પણ ડોન સામે જોયું તો એનો ચહેરો શાંત જણાયો. એની આંખોમાં કશો સંતોષ દેખાયો.
હળવા સ્મિત સાથે ડોન બોલ્યો, ‘ડોન જાવેદ બહુત ખુશ હુઆ…’ પછી અવાજ એકદમ. ધીમો કરી ઉમેર્યું. ‘રાતકો યે દોનો ઇતની શરમાતી થી કિ કિસીને…
પછી ગઇ સદીની હિન્દી ફિલ્મ શોલેના ગબ્બર જેવું ડોનનું અટ્ટહાસ્ય શરૂ થયું… ઝાકિરસાહેબ વળી અંદરથી ફફડવા લાગ્યા… પણ હસી રહ્યા પછી ડોન ખરેખર રાજી થતાં બોલ્યો, ‘બહુત મજા આયા… મુઝે ઐસી હી લડકિયાં ચાહિયે થી… આજકલકી લડકિયાં તો સબકી સબ બેશરમ હો ગઇ હૈ… વેરી ગુડ ઝાકિરસા’બ… મુઝે બરાબર ઐસી હી લડકિયા ચાહિયે થી… ડોન જાવેદ બહુત ખુશ હુઆ… માગો, માગો, ઝાકિરસા‘બ જો ચાહિયે વો આજ માગ લો… બોલો, ક્યા ચાહિયે?’
‘બસ, મુઝે ઇતના હી ચાહિયે કી…’
‘રુક ક્યોં ગયે? બોલીયે… બોલીયે…’
‘કિ… કિ…. કિસી ઇન્સાનકે હાથોં મેરી મોત ન હો…’


ઝાકિરસાહેબનું સંશોધન ખૂબ સફળ પુરવાર થયું. બંને ક્લોનગર્લ્સની બુદ્ધિ, મેમરી, સમજ, સંવેદન, પ્રતિમા એવી તો વિકસતી જતી હતી કે તેઓ સુપરગર્લ્સ બનતી ગઇ. જેનાથી પ્રભાવિત થઇને ડોને એ બંને સાથે શાદી કરી. બંને બેગમનું વર્ચસ્વ વધવા લાગ્યું… કોઇ પણ મહેલમાં પ્રયોગ-શાળાઓમાં, શાગારમાં, માનવબોમ્બના ટ્રેનિંગક્લાસમાં…. બધે જ બંને બેગમો બેરોકટોક જઇ શક્તી… સલાહ-સૂચન હુકમ પણ કરતી. આઇ. ક્યૂ તથા મેમરી અંગેના ઝાકિરસાહેબના પ્રયોગો એમની ધારણા કરતાંયે વધારે સફળ પુરવાર થયા. બેગમ બનેલી બંને ક્લોનગર્લ્સ ખૂબ ઝડપથી વિજ્ઞાન શીખતી ગઇ. ન્યૂક્લિયર, ક્વોન્ટ્મ ફિઝીક્સ ઉપરાંત જીનેટિક એન્જિનિયરીંગમાંય ખૂબ પ્રયોગો/રિસર્ચ કરવા લાગી ને થોડાક મહિનામાં જ એ બંને ઝાકિરસાહેબ જેટલી જ જાણકાર, પારંગત થઇ ગઇ. ડોન પણ ગૌરવ અનુભવતો કે પોતાની બેજ બેગમો સફળ વૈજ્ઞાનિક બની છે.

ખૂબ માન-પાન-સત્તા- ધન-દોલત -સુખ-સગવડ -વૈભવ… બધું જ હોવા છતાં બેય બેગમોને સતત થયા કરતું.

પોતે માત્ર એક વસ્તુ છે! કોઇ વૈજ્ઞાનિકે પેદા કરેલી એક વસ્તુ માત્ર! વસ્તુઓની જેમ જ પોતાનોય ઉપયોગ – ઉપભોગ થયા કરે…! એક ી, તરીકે, એક માનવ તરીકે પોતાનું મૂલ્ય કેટલું? ડોને તો જાણે ક્લોનગર્લ્સ પેદા કરવાનું કારખાનું જ શરૂ કરી દીધું છે ને એ બધી વેશ્યાગૃહોમાં સપ્લાય થયા કરે છે. એટલું સારું છે કે ઝાકિરસાહેબ એ બધી ક્લોનગર્લ્સ બુદ્ધિહીન ને સંવેદનહીન પેદા કરે છે….
આ બધું જોઇ બેય બેગમો દુ:ખી દુ:ખી થઇ જાય છે. પૂરું ખાતીયે નથી કે પૂરું ઊંઘતીયે નથી. કોઇક ઉપાય માટે સતત વિચારતી રહી છે ને અંદર અંદર ગુસપુસ ગુસપુસ કરતી રહે છે.


ઝાકિરસાહેબે નેટવર્ક દ્વારા ક્લોનગર્લ્સનું કોમ્પ્યુટર કનેકટ કર્યું- કઇ કઇ બાબતો પર એમનું રિસર્ચ ચાલે છે એ જોવા. એમાં એક હીડન ફાઇલ મળી આવી. જેનું ડિકોડિંગ કરવા તેઓ ખૂબ મથ્યા. પણ સફળ ન થયા. છેવટે તેઓ ક્લોનગર્લ્સ પાસે ગયા ને આ અંગે પૂછ્યુું તો બંને એકમેકની આંખોમાં તાકવા લાગી… પછી એકે એ ફાઇલનું ડિકોડિંગ કરી દીધું.
ઝાકિરસાહેબે જોયું તો- બંને ક્લોનગર્લ્સે માનવબોમ્બ બનાવાનો પ્લાન કરેલો. ને એક જ કી દબાવવાથી દરેકે દરેક મહેલોમાં, પ્રયોગશાળાઓમાં ને બીજાં સ્થળોએ ગોઠવેલા હીડન બોમ્બ ફાટે ને ડોનનું સામ્રાજ્ય એક ક્ષણમાં જ ભસ્મીભૂત થઇ જાય.

ઝાકિરસાહેબ અવાક્ થઇ ગયા!
એક ક્લોનગર્લ ગળગળા સાદે બોલી, ‘તમે એ દિવસે વિદેશ ચાલ્યા જજો…’
ઝાકિરસાહેબે જવાબ આપ્યો-
‘આ કામમાં હું ય તમારી સાથે જ રહીશ…’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…