આપણું ગુજરાત

કૉંગ્રેસની સ્થિતિ ચિંતાજનક, ધારાસભ્યોની બેઠક બોલાવો: કિરીટ પટેલનો બળાપો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આપના ભુપત ભાયાણી અને કૉંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો. ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે, હવે આપ કે કૉંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આવશે. આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. ત્યારે પાટણના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણ પ્રવાહી છે, કોઈ વ્યક્તિ રજૂઆતો સાંભળવામાં ન આવે તો તે વ્યક્તિ તેની રીતે નિર્ણય લઇ શકે છે. શું કિરીટ પટેલે પણ રાજીનામું આપવાના સંકેત આપ્યા છે.

કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, કૉંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામાં આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. હવે જે ૧૬ ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મીટિંગ કરવાની જરૂર છે. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે, નહિ તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે.

કિરીટ પટેલે વધુમાં કહ્યું હતું કે, પક્ષમાં જે ધારાસભ્ય ચૂંટાયા છે, તે તેમની પ્રતિભાના અને પોતાના પ્રભાવને લઈ ચૂંટાયા છે. જ્યારે ભાજપમાંથી પક્ષ, કાર્યકરો, સંગઠન મહેનત કરતું હોય છે. કૉંગ્રેસમાં તો કૉંગ્રેસના જ લોકો હરાવવા ફરતા હોય છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે. પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણીવાર સોશ્યલ મીડિયામાં જોયું કે કચરો જતો રહે છે. કૉંગ્રેસે હવે ગંભીર બનવાની જરૂર છે. કચરો હવે ૧૬ જ રહ્યો છે, બધા જતા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખતા હોઈએ છીએ. હજુ પણ ત્રણ ચાર ધારાસભ્ય તૂટશે. એટલા તૂટી રહ્યા છે જે માટે પક્ષના આગેવાનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કૉંગ્રેસ સિરિયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી. આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠન દ્વારા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યું હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે જે ત્રણ ચાર ધારાસભ્ય તૂટી શકે છે તેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત