ઈન્ટરવલ

આર્ય સંસ્કૃતિનું મહાન પ્રતીક માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું કલાત્મક મંદિર…

તસવીરની આરપાર – ભાટી એન.

ગુજરાતમાં મોઢેરાનું નામ પડતા જ સૂર્ય મંદિર યાદ આવે કારણ કે ત ેકલાનો ઉતમોત્તમ નમૂનો છે. અહીં પ્રવાસીઓ પ્રતિદિન હજારોની સંખ્યામાં આવે છે, પણ જે ગામનું નામ જ માતાજીના નામ પરથી પડેલ છે તે છે. માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું અંતિ ભવ્ય ઐતિહાસિક મંદિર આવેલ છે, તે પણ અદ્ભુત કલાનો ભંડાર છે અને તેનો પ્રાચીન ઈતિહાસ પણ વિખ્યાત છે. મોઢ જ્ઞાતિને અન્ય જ્ઞાતિના લોકો તેને માને છે. હું ૨૦ વર્ષ અગાવ ગયેલ અને હમણા ગયેલ તેમાં લાખ ગાડાનો ફેરફાર થયો છે અને વિકાસની વાત કરીએ તો લીલીછમ હરિયાળી ક્રાંતિ જેવા વૃક્ષો, બાગ બગીચો ને માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું ખૂબ મોટું મંદિર બનાવેલ છે. પણ તેમાં જૂના શિખરવાળુ મંદિર બરકરાર રાખી તેની ઉપર એક્સ્ટ્રા ઓડિનરી મંદિર તદ્ન ભિન્ન છે. આગળના ભાગે વિશાળ હોલ છે અને પાછળ વાવ ને તેની અડોઅડ માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું મંદિર જાણે અંડર ગ્રાઉન્ડ વાવમાં હોય તેવી અનુભૂતિ થાય ને શીતળતા એવી ત્યાં એ.સી. ટૂંકુ પડે…!
માતંગી મોઢેશ્ર્વરી માતાજીની આરસની શ્ર્વેતમૂર્તિમાં ૧૮ હાથવાળા માતાજીની સુંદરતમ મુખારવિંદ મોઢેરા ગામનું નામ આ માતાજીના નામ પરથી પડેલ છે. માતાજીની મૂર્તિ પર સોનાનો મુગટ તેમાં હિરા જડેલ છે. ગળામાં અસંખ્ય હાર કલાત્મક નથડી, સિંહ પર અસવારને લાલ ચટક ચૂંદડી હાથમાં તલવાર, ત્રિશુલ, ધનુષબાણ, ખડગ, કુહાડી, ગદા, સર્પ, પરિઘ, શંખ, કટારકમ, છરી, મધપાત્ર, અક્ષમાળા, શક્તિ, તેમર મધકુંતી આવા અસ્ત્રશસ્ત્ર અઢાર હાથમાં ધારણ કરેલ છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક આવેલ મોઢેરા પ્રાચીન યુગમાં એક અતિ પવિત્ર તિર્થસ્થાન અને આર્ય સંસ્કૃતિનું મહાન સ્થાન હતું. ત્રેતાયુગમાં તે ‘સત્ય મંદિર’ દ્રાપરયુગમાં ‘વેદભવન’ અને કલિયુગમાં ‘મહેરકપૂર’ નામ ખૂબ જ જાણીતું હતું. આ નામ ઉપરથી મધ્યકાલમાં તે સ્થાન ‘મોઢેરા’ તરીકે ઓળખાયું. બ્રહ્માએ ‘મહેરકપૂર’ વસાવ્યું જે મોઢેરા તરીકે જાણીતું થયું. આ સ્થળે યમરાજ (ધર્મરાજે) એક હજાર વર્ષ સુધી પ્રચંડ તપ આર્ધ્યું અને ઈન્દ્રને પોતાનું આસન ડોલતું જોવા લાગ્યા પણ ધર્મરાજને કોઈ બીજી અપેક્ષા ન હતી તેમને તો ફક્ત શિવજીના દર્શન કરવા હતા. આથી શિવજી એ દર્શન દેતા આ તપોભૂમિને પોતાના નામ સાથે સાંકળવા જણાવતા આ તપોભૂમિને ‘ધર્મારણ્ય’નામ આપ્યું.
માતંગી મોઢેશ્ર્વરી માતાજી મંદિરની બાજુમાં ધર્મેશ્ર્વર મહાદેવ મંદિર સુંદર આરસનું થોળુ ને વચ્ચે લિંગની સ્થાપના અહીં ત્રિવેણી સગંમ છે. આ મંદિરને અડીને શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર આવેલ છે. તે પણ કલાત્મક ને નયનરમ્ય મૂર્તિ છે. આ મંદિરની પ્રાચીન કથા સંક્ષિપ્તમાં જોઈએ કર્ણાટ નામનો દૈત્ય ધર્મારણ્યમાં આવી સમૃદ્ધિ જોઈ વિવાહ વખતે સ્ત્રી-પુરુષના યુગલને ત્રાસ આપતો બ્રાહ્મંણો માતાના શરણે ગયા શ્રીમાતા પ્રગટ થઈ, બ્રાહ્મણોની સ્તુતિ સાંભળી માતા ક્રોધે ભરાઈને તેમના મુખમાંથી અગ્નિ જવાળા પ્રગટ થઈ, શ્રી માતાના દુ:સહ તેજમાંથી શ્રી માતંગી નામની મહાભયંકર શક્તિ પ્રગટ થઈ ને કર્ણાટ સાથે શ્રી માતંગી દેવીનું પ્રચંડ યુદ્ધ થયું. અસુર મુગદર લઈને દેવીને મારવા જાય છે. ત્યારે દેવી ત્રિશુળથી દૈત્યની છાતીમાં ખોસે છે અને અસંખ્ય માયાવી સેના ખડી થઈ ગઈ તેનો નાશ શ્રી માતંગી મોઢેશ્ર્વરી માતાજીના હસ્તે કર્ણાટનો વધ કરે છે. તેમજ દિલ્હીના સુલતાન ચઢાઈ કરે છે, ત્યારે માતાજીની મૂર્તિને સાંચવા વાવમાં સંતાડી દેવામાં આવેલ તે વાવ હજુ મોજુદ છે. મોઢ સમાજના કુળદેવી છે પણ દરેક સમાજ માતંગી માતાને માને છે. આપ મોઢેરા આવો તો અચૂક માના દર્શન આવજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button