દૂધનું દૂધ અને પાણીનું પાણીઃ મુંબઈ ઈન્ડિયન્સે ટીમ મુદ્દે આપ્યું મોટું સ્ટેટમેન્ટ
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી ટીમ પૈકી મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં સૌથી મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે રોહિત શર્મા અથવા અન્ય કોઈ સિનિયર ક્રિકેટર પણ ટીમ છોડીને જતા નથી.
આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાનું નામ કેપ્ટન તરીકે જાહેર કર્યું હતું, તેનાથી મીડિયાના આકરા પ્રત્યાઘાત પડ્યા હતા. હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સના સિનિયર ક્રિકેટર જેમ કે જસપ્રીત બુમરાહ, સૂર્ય કુમાર યાદવ અને ઈશાન કિશનને કોઈ ફ્રેન્ચાઈઝી ટીમ ટ્રેડ કરી શકે છે. મીડિયાના અહેવાલ પ્રમાણે એક અધિકારીએ કહ્યું હતું કે બધી અફવા ફેલાવવામાં આવી રહી છે, પરંતુ રોહિત શર્મા કે પછી અન્ય કોઈ સિનિયર ક્રિકેટર ક્યાં જવાના નથી.
મુંબઈ ઈન્ડિયન્સના એક અધિકારીએ કહ્યું હતું કે તમામ પ્રકારના સમાચારો ખોટા છે. કોઈ પણ મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી અમને છોડીને જઈ રહ્યો નથી અને ન તો કોઈ ટીમ તેને ટ્રેડ કરી રહી નથી. મુંબઈ ઈન્ડિયન્સનું પહેલી વખત સૌથી મોટું નિવેદન આપ્યું છે, કારણ કે હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યા પછી સોશિયલ મીડિયા પર અલગ અલગ સમાચાર મીડિયામાં વાઈરલ થયા હતા. આ મુદ્દે આગળ મુંબઈ ઈન્ડિયન્સના અધિકારીએ કહ્યું હતું કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા પહેલા દરેક ખેલાડીને કોન્ફિડન્સમાં લેવામાં આવ્યા હતા. રોહિતને પણ આ મુદ્દે જાણ કરવામાં આવી હતી.
દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સમાંથી સચિન તેંડુલકરે પણ એક્ઝિટ કર્યાના સમાચાર વચ્ચે સચિન તેંડુલકર પણ મુંબઈ ઈન્ડિયન્સમાં હોવાની વાતને સમર્થન મળ્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું.
પાંચ આઈપીએલ ચેમ્પિયન બનાવવા માટે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ કેપ્ટનશિપ કરી ચૂક્યા હતા. 2022 અને 2023માં આઈપીએલ સિઝન દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું. હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ કર્યો હતો.