SA VS IND: પહેલી વન-ડેમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર જીત
ડેબ્યૂ કરનારા સાઈ સુદર્શને ફટકારી પહેલી અડધી સદી*
જોહનિસબર્ગઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી આજની પહેલી વન-ડે મેચમાં ટોસ જીતીને બેટિંગ લેવાનું આફ્રિકાને ભારે પડ્યું હતું. ભારતીય નવોદિત બોલરોએ 27.3 ઓવરમાં 116 રનના સામાન્ય સ્કોરે ઘરભેગી કરવાને કારણે ભારતને જીતવા માટે સાવ સામાન્ય સ્કોર કરવાની તક મળી હતી. પહેલી વન-ડે ભારત આઠ વિકેટે જીત્યું હતું.
ભારતીય સુકાની કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયામાં ટવેન્ટી-ટવેન્ટીની ટીમ કરતા મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ભારતવતી બોલર અર્શદીપ સિંહ (પાંચ વિકેટ) અને ઓવેસ ખાને (ચાર વિકેટ) ઘાતક બોલિંગ કરી હતી, જેમાં બંનેએ 64 રન આપીને નવ વિકેટ ઝડપી હતી.
જીતવા માટે ટીમ ઈન્ડિયાએ ઋતુરાજ ગાયકવાડની સસ્તામાં વિકેટ ગુમાવી હતી. વિલન મુદલરે ગાયકવાડને એલબીડબલ્યુ કર્યો હતો. શ્રેયસ અય્યરે 45 બોલમાં 52 રન કર્યા હતા, જ્યારે સાઈ સુદર્શને 41 બોલમાં હાફ સેન્ચુરી કરી હતી. 22 વર્ષાનો સાઈ સુદર્શને ડેબ્યૂ મેચ ભારતને જીતાડવામાં નિમિત્ત બન્યો હતો. સુદર્શને 43 બોલમાં પંચાવન રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જેમાં નવ ચોગ્ગા માર્યા હતા, જ્યારે શ્રેયસ અય્યર પછી તિલક વર્માએ એક રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
27.3 ઓવરમાં દક્ષિણ આફ્રિકા 116 રન કર્યા હતા, પરંતુ ભારતે 16.4 ઓવરમાં 117 રનનો લક્ષ્યાંક અચીવ કરીને ભારત આફ્રિકા સામે આઠ વિકેટના મોટા માર્જિનથી જીત્યું હતું. ત્રણ વન-ડેની મેચમાં ભારતે પહેલી મેચ જીતીને 1-0થી આગળ રહ્યું છે. આ અગાઉ ટવેન્ટી-ટવેન્ટી સિરીઝમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં બંનેએ એક-એક મેચ જીતીને સિરીઝમાં બરોબરી કરી હતી.