મનોરંજન

HAPPY BIRTHDAY: મુખ્ય પ્રધાનનો દીકરો અભિનયમાં તો એક્કો પણ વિનમ્રતામાં પણ અવ્વલ

તમે બોલીવૂડમાં મોટું નામ ધરાવતા હોવ અને તમારો પરિવાર રાજકારણમાં દસકાઓથી આગલી હરોળમાં આવતો હોય ત્યારે ભઈ તમારા રૂઆબનું તો શું કહેવું. બોલીવૂડમાં ઘણા સારા અભિનેતા તેમના અટીટ્યૂડને લીધે હેરાન થયા અને ફેંકાઈ ગયા જ્યારે આજનો બર્થ ડે સેલિબ્રિટી તેના અભિનય જેટલો જ તેની નમ્રતા અને સાદગી માટે જાણીતો છે. માત્ર તે જ નહીં તેની અભિનેત્રી પત્ની અને બે સંતાનો પણ એટલા જ સાદા અને સંસ્કારી હોવાનું પાપારાઝીથી માંડી બધા કહે છે. વાત કરી રહ્યા છે મરાઠી મૂલગા રિતેશ દેશમુખની. આજે તેનો 45મો જન્મદિવસ છે.

17 ડિસેમ્બરના રોજ લાતૂર ખાતે રીતેશનો જન્મ થયો. પિતા રાજકારણમાં ખૂબ સક્રિય અને પછીની રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા અને તે બાદ કેન્દ્રમાં પણ પ્રધાનપદ પર રહ્યા. આ સાથે ભાઈ અમિત દેશમુખ પણ રાજકારણમાં જ સક્રિય છે અને પ્રધાનપદ પર રહી ચૂક્યા છે. પણ રીતેશને અભિનયમાં ઝંપલાવવાની ઈચ્છા છે.

અભ્યાસે આર્કિટેક્ટ એવો રીતેશ વીસે વર્ષથી બોલીવૂડમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રીતેશએ જ્યારે પિતા સમક્ષ પોતાની ઈચ્છાની રજૂઆત કરી ત્યારે પિતાએ કહ્યું કે હું મારા નામનું ધ્યાન રાખું છું, તું તારા નામનું ધ્યાન રાખજે. તેના પિતાએ આપેલી આ સલાહને કારણે રિતેશ દેશમુખનું આખું જીવન બદલાઈ ગયું રિતેશ ‘તુઝે મેરી કસમ’ ગાઈને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને છેલ્લા 20 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. રિતેશ વિલાસરાવ દેશમુખ એ બાબતમાં અપવાદ બન્યો કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને છે, જ્યારે રાજકારણીઓના દીકરાઓ રાજકીય ક્ષેત્રમાં પ્રવેશે છે!

રિતેશે સૌથી પહેલા તેની માતાને ફિલ્મ વિશે જણાવ્યું. આ પછી તેણે તેના પિતા સાથે કલા જગતમાં ડેબ્યુ કરવા અંગે ચર્ચા કરી. તેને સતત એ વાતની ચિંતા હતી કે જો ફિલ્મ ફ્લોપ થઈ કે તેનો અભિનય પસંદ ન આવ્યો તો લોકો તેના મુખ્ય પ્રધાન પિતાનું નામ લેશે. દીકરાની આ ચિંતા પિતા વિલાસરાવએ દૂર કરી અને કહ્યું કે હું મારા નામ-પ્રતિષ્ઠાનું ધ્યાન રાખું છું, તું તારા નામનું ધ્યાન રાખો. બસ દીકરાએ એમ જ કર્યું.


કૉમિક અને હળવી ફિલ્મોમા રીતેશ દર્શકોને ખૂબ ગમ્યો. તેણે પોતાના પ્રોડક્શનમાં મરાઠી ફિલ્મો પણ બનાવી. પહેલી ફિલ્મની હીરોઈન જેનેલિયા સાથે તેને પ્રેમ થયો. બન્ને બોલીવૂડના બેસ્ટ કપલમાના એક છે. તેમનાં બન્ને દીકરા રિહાન અને રાહિલ પણ માતા-પિતાની જેમ વિનમ્ર હોવાની ચર્ચા હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર પાપારાઝી તેમના ફોટા કે વીડિયો મૂકે છે જેમાં તેઓ હંમેશાં નમસ્તે કહેતા હોય છે અને સામા વ્યક્તિને સન્માન આપતા હોય છે. રીતેશ અને જેનેલિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને જબરી ફેન ફોલોઈંગ પણ છે.
રીતેશને તેના જન્મદિવસે શુભકામના…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button