ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં ગેરહાજર રહેશે કેજરીવાલ. જાણો શું છે કારણ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વિપક્ષ પાર્ટીનું ગઠબંધન ઈન્ડિયા બ્લોકની ચોથી બેઠકમાં ગેરહાજર રહે એવી માહિતી સામે આવી છે. અરવિંદ કેજરીવાલ આ ૧૯ તારીખથી વિપાસના ધ્યાન (મેડિટેશન) કોર્સ માટે આગામી ૧૦ દિવસના વેકેશન પર જવાના છે.
વિપાસના ધ્યાન એ એક પ્રાચીન ભારતની ઘ્યાન તકનિક છે જેને લીધે તમાર માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. વિપાસના ધ્યાન કરતી વખતે દરેક સંચાર અને વાતચીતથી દૂર રહી એકગ્ર બનીને ધ્યાનમાં બેસવાનું હોય છે. અરવિંદ કેજરીવાલ આ વિપાસના ધ્યાન માટે ક્યાં જવાના છે એ બાબતની માહિતી હજી સુધી મળી નથી અને તેઓ હાલની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ અને આગામી લોકસભાની ચૂંટણી પહેલા ઈન્ડિયા બોલ્કની મિટિંગમાં હાજર રહેશે કે નહીં તે મામલે પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે.
ગયા અનેક વર્ષોથી કેજરીવાલ આ પ્રકારની સાધના માટે ૧૦ દિવસનો બ્રેક લઈને જુદી-જુદી જગ્યાએ જાય છે. ઈન્ડિયા ગઠબંધનની આ ચોથી બેઠકમાં ‘મે નહીં, હમ’ આ થીમ પર ચર્ચા કરવામાં આવે એવું સૂત્રોએ જણાવ્યુ હતું. સાથે જ આ બેઠકમાં સીટોની વહેંચણી અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વિશે પણ ચર્ચા થવાની આશા છે.
આ વર્ષને સપ્ટેમ્બર મહિનામાં ૨૭ સભ્યો સાથે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસની ત્રણ રાજ્યોમાં હાર થતાં આગામી ચૂંટણીમાં સીટ વહેંચણી મામલે તેમને ઓછી સીટોમાં સંતોષ માનવું પડે, એવું સૂત્રોએ જણાવ્યુ હતું.