આમચી મુંબઈમહારાષ્ટ્ર

આવતીકાલે પશ્ચિમ અને મધ્ય રેલ્વેમાં બ્લોક

મુંબઈ: મુંબઈ વિભાગમાં પશ્ચિમ અને મધ્ય આ બંને રેલવે માર્ગ પર રવિવારે વિવિધ કામોને લીધે બ્લોક રાખવામાં આવ્યો છે. મધ્ય રેલવેનાં થાણે-કલ્યાણ અપ અને ડાઉન માર્ગ પર સવારે અગિયારથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી આ બ્લોક રાખવામાં આવ્યો છે.

મધ્ય રેલવેમાં કલ્યાણ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી છૂટતી દરેક ફાસ્ટ અને સેમિફાસ્ટ ટ્રેનોને સ્લો માર્ગ પર દોડાવવામાં આવશે જેથી અનેક ટ્રેનો અંદાજે ૧૦ મિનિટ સુધી મોડી પડે એવું એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી છે. આ માર્ગ પરની દરેક ફાસ્ટ અને સેમિફાસ્ટ ટ્રેનોને પોતાના નિશ્ચિત કરેલા સ્ટેશનો સાથે દીવા, મુંબ્રા અને કલવા સ્ટેશનો પર પણ હોલ્ટ આપવામાં આવશે અને મુલુંડ પછી આ ટ્રેનોને ફાસ્ટ માર્ગ પર દોડાવવામાં આવશે છે.

તેમ જ આ માર્ગની દાદર-સીએસએમટી અપ અને ડાઉન માર્ગથી રવાના થતી દરેક મેલ અને એકપ્રેસ ટ્રેનોને કલ્યાણ થાણે અને વિક્રોલી સ્ટેશનોનાં પાંચમાં અને છઠ્ઠા લાઇન તરફ વળાવવામાં આવશે. મધ્ય રેલવેનાં સીએસએમટી-પનવેલ અને હાર્બર લાઇન અને થાણે પનવેલ વચ્ચેની ટ્રાન્સ હાર્બર લાઇન પર આજે કોઈ પણ મેગા બ્લોકનથી લેવામાં આવ્યો એવી માહિતી રેલવે પ્રશાસને આપી હતી.

પશ્ચિમ રેલવેનાં માર્ગ પર પણ સિગ્નલ અને બીજા કામો માટે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી માહિમ અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચેની અપ અને ડાઉન માર્ગ પર પાંચ કલાકનો જમબો બ્લોક ધરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ આપેલી માહિતી મુજબ આ માર્ગ પરની દરેક ફાસ્ટ લોકલ ટ્રેનોને માહિમ અને સાંતાક્રુઝ-અંધેરી સ્ટેશનો વચ્ચે સ્લો લાઇન પર દોડાવવામાં આવશે અને આ બ્લોકને લીધે બોરીવલી અને અંધેરી ટ્રેનોને ગોરેગામ સુધી હાર્બર લાઇન પર દોડાવવામાં આવશે, એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button