મહારાષ્ટ્ર

બિડની હિંસા મુદ્દે ફડણવીસે ગૃહમાં આપ્યું મોટું નિવેદન

નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં રાજ્યમાં ખેડૂતો, મરાઠા અને ઓબીસી આરક્ષણ અને સત્તાપલટા વિશે વિરોધીઓ અને સરકાર એકબીજા સમક્ષ અનેક પ્રશ્નો ઊભા કરતાં ટીકા કરી રહ્યા છે. હાલમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠા આરક્ષણની માગણી દરમિયાન બિડ જિલ્લામાં થયેલી હિંસાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

ફડણવીસે કહ્યું હતું કે બિડમાં હિંસા દરમિયાન પોલીસ દળ ઓછું પડતાં ભીડને કાબૂમાં લેવા માટે મુશ્કેલીઓ સર્જાઈ હતી. મરાઠા આરક્ષણની માગણીને લઈને ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બિડ જિલ્લામાં અનેક સ્થાનિક નેતાઓના ઘર અને બંગલાઓ પર હુમલો કરી આગ ચાપવાની ઘટના બની હતી. જેમાં આ ઘટનાનો ભોગ બનેલા એક નેતાએ આ મામલે અનેક સવાલ ઉપસ્થિત કર્યા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ ક્યાં હતી, એવા સવાલો પણ કર્યાં હતા.

બિડમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યારસુધીમાં ૨૭૮ લોકોની અટક કરવામાં આવી છે અને ૩૦ વ્યક્તિઓ સામે ગુના પણ નોંધવામાં આવ્યા છે. આ ઘટનાના અનેક આરોપીઓ હજી સુધી સપડાયા નથી તેમની શોધ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હોવાની માહિતી ફડણવીસે આપી હતી. ફડણવીસે કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર વ્યક્તિના મોબાઇલ મેસેજની તપાસ ચાલી રહી છે. આંદોલનકારીઓની સંખ્યા પોલીસ દળ કરતાં વધુ હોવાથી હિંસાને નિયંત્રણમાં લાવવી ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. હિંસા ફેલાવનાર દરેક વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવશે, એમ ફડણવીસે જણાવ્યું હતું.

બિડની ઘટનાની માહિતી ગુપ્તચર વિભાગને પણ મળી નહીં તે આશ્ચર્યની બાબત છે, પણ આ હિંસાની માહિતી પહેલાથી જ આપી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું ફડણવીસે કહ્યું હતું. પોલીસની સંખ્યા ઓછી જ હોય છે પણ હવામાં ગોળીબાર કર્યા છતાં ભીડને કાબૂમાં કેમ ન આવી? આ પ્રશ્ન જયંત પાટીલે રજૂ કર્યો હતો. એની સાથે જ આ મામલે હજી સુધી એસઆઇટીની નિમણૂક કેમ નથી કરવામાં આવી? આ સવાલ પર ફડણવીસે બે દિવસમાં એસઆઇટીની ગઠન કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button