નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Pinaka Rocket System: સેનાને મળશે 6400 Pinaka Rocket…

રક્ષા મંત્રાલયના ભારતીય લશ્કરની સેનાની તાકાત વધારવા માટે 6400 પિનાકા રોકેટ્સ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. આ રોકેટ્સ Pinaka Multi Barrel Rocket Laucher System-Pinaka MBRL માટે બનાવવામાં આવશે. આ લોન્ચર સિસ્ટમને ચીન અને પાકિસ્તાનની સીમા પર તહેનાત કરવામાં આવશે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ડીલની કિંમત 2600 કરોડ રૂપિયા જેટલી છે.

આ રોકેટ્સને સોલાર ઈન્ડસ્ટ્રીઝ અને મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ મળીને બનાવશે કે પછી કોઈ એકને આની જવાબદારી સોંપવામાં આવશે. આ રોકેટ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી છે અને કોઈ પણ ઋતુમાં ચલાવી શકાય એમ છે. આ રોકેટ્સ એકદમ ઓછા સમયમાં ફાયરિંગ કરીને દુશ્મનના વિસ્તારોને કબ્રસ્તાનમાં ફેરવી નાખે છે.

પિનાકા રોક્ટેસની ગતિ જ તેને સૌથી વધુ ઘાતક બનાવે છે. એની સ્પીડ 5757.70 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે એક સેકન્ડમાં 1.61 કિલોમીટરની સ્પીડથી તે હુમલો કરે છે. ગયા વર્ષે 24 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે આના બે વેરિયન્ટ ઉપલબ્ધ છે, જ્યારે ત્રીજો વેરિયન્ટ નિર્માણાધીન છે. પહેલો છે પિનાકા એમકે-1 (એનહેન્સ્ડ) રોકેટ સિસ્ટમ Pinaka Mk-1 Enhanced Rocket System).

બીજા છે પિનારા એરિયા ડિનાયલ મ્યુનિશન રોકેટ સિસ્ટમ. એનું નામ ભગવાન શિવના ધનુષ પિનાકના નામ પર રાખવામાં આવ્યું છે. પિનાકા રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ ફાયર કરે છે એટલે ચાર સેકન્ડમાં એક રોકેટ. 214 કેલિબરના આ લોન્ચરથી એક પછી એક 12 પિનારા રોકેટ લોન્ચ કરી શકાય છે.

આની રેન્જ 7 કિલોમીટરથી લઈને 90 કિલોમીટર સુધીની છે. પહેલો વેરિયન્ટની રેન્જ 45 કિલોમીટર છે, જ્યારે બીજા વેરિયન્ટની રેન્જ 90 કિલોમીટર છે. ત્રીજા નિર્માણાધીન વેરિયન્ટની રેન્જ 120 કિલોમીટર હશે. આ લોન્ચરની લંબાઈ 16 ફૂટ 3 ઈંચથી લઈને 23 ફૂટ 7 ઈંચ જેટલી છે અને એનો વ્યાસ 8.4 ઈંચ છે.

આ લોન્ચરથી છોડવામાં આવનારા પિનાકા રોકેટ પર હાઈ એક્સ્પ્લોસિવ ફ્રેગમેન્ટેશન, ક્લસ્ટર બોમ્બ, એન્ટી પર્સનલ, એન્ટી-ટેંક અને બારુદની સુરંગ ઉડાવનારા હથિયારો લગાવી શકાય છે. આ રોકેટ 100 કિલોગ્રામ સુધીના વોરહેડ લગાવી શકાય છે અને આ સિસ્ટમમની શરૂઆત 1986માં કરવામાં આવી હતી.

સેનાના સાધનોના જણાવ્યા અનુસાર પિનાકા રેજિમેન્ટને સૈન્ય દળના સંચાલનનની તૈયારીઓ વધારવા માટે ચીન અને પાકિસ્તાનની સીમા પર તહેનાત કરવામાં આવશે. બીઈએમએલ એવા વાહનોની આપૂર્તિ કરશે કે જેના પર આ રોકેટ લોન્ચર રાખવામાં આવશે. રક્ષા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર 6 પિનાકા રેજિમેન્ટમાં ઓટોમેટેડ ગન એમિંગ એન્ડ પોઝિશનિંગ સિસ્ટમ સાથે 114 લોન્ચર, 45 કમાન પોસ્ટ પણ હશે. રોકેટ રેજિમેન્ટનું સંચાલન 2024 સુધી શરૂ કરવાની યોજના છે.

કારગિલ યુદ્ધ દરમિયાન આ મિસાઈલને ટટ્રા ટ્રક પર લોડ કરીને ઊંચાઈવાળા વિસ્તારમાં મોકલવામાં આવી હતી, જ્યાં આ રોકેટ દુશ્મનના ઠેકાણાના ચીંથરા ઉડાવી દીધા હતા. બધા પાકિસ્તાની દુશ્મનોને પહાડ પરથી પોતાના બંકરો છોડીને ભાગવાનો વારો આવ્યો હતો કે મોતને ભેટ્યા હતા, કારણ કે આ રોકેટ એટલા વેગથી હુમલો કરે છે કે દુશ્મનને વિચારવાનો મોકો પણ નથી મળતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button