સ્પેશિયલ ફિચર્સ

આ સાત ચમત્કારી વસ્તુઓ તમને શનિની સાડે સાતીથી રાખશે દૂર….

આજના સમયમાં લોકો કોઇ કુકર્મો કરતા નથી ડરતા એટલા શનિ અને મંગળથી ડરે છે. કોઇ ફેમસ જ્યોતિષનું નામ ખબર પડે કે તરતજ પહોંચી જશે પોતાનું ભવિષ્ય જાણવા. જો કે એમને કોઇ ભવિષ્ય નથી જોણવું હોતું એ બધાને એ જાણવું હોય છે. કે જો કોઈ માણસ અમને હોરાન કરશે તો એને તે અમે જોઇ લઈશું પરંતુ જો આ શનિ દેવની સાડા સાતી લાગશે તો અમારે કેવી રીતે બહાર નીકળવું.

અને એવું કહેવાય છે કે એકવાર શનિ દેવ પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિના જીવનમાં શાંતિ થઈ જાય છે. તો ચાલો તમને આજે એવી જ સાત ચમત્કારી વસ્તુઓ વિશે જણાવું જેના ઉપયોગથી તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો.
લોખંડની વીંટી


શનિની કષ્ટ દૂર કરવા માટે લોખંડની વીંટી પહેરવામાં આવે છે. તેમાં પણ જો આ વીંટી ઘોડાની નાળ અથવા હોડીની કીલની બનેલી હોય તો તે વધુ ફાયદાકારક છે. આ વીંટીને શનિવારે થોડી વાર તેને સરસવના તેલમાં રાખો. પછી તેને પાણીથી ધોઈને જમણા હાથની વચ્ચેની આંગળીમાં પહેરો. જો તમે શનિના કારણે શારીરિક પીડાથી પરેશાન છો અથવા અકસ્માતનો ભય હશે તો તે ટળી જશે.


સરસવનું તેલ
શનિ દેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનું દાન અને તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ સારા પરિણામ મળે છે. જો તમને ક્યારેય એવું લાગે કે ઘણી મહેનત કર્યા બાદ પણ સફળતા નથી મળતી તો શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકો. તમારો ચહેરો તેલમાં જોઈને કોઈને દાન કરો અથવા પીપળના ઝાડ નીચે મૂકી દો.


અડદની દાળ અને કાળા તલઃ
જો જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો કાળી અડદની દાળ અથવા કાળા તલનો ઉપયોગ કરો. શનિવારે સાંજે સવા કિલો કાળી અડદની દાળ અથવા કાળા તલ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. ઓછામાં ઓછા પાંચ શનિવાર આમ કરવું જોઇએ.


લોખંડના વાસણોઃ
જો કુંડળીમાં દુર્ઘટના થવાની સંભાવના હોય અથવા વારંવાર અકસ્માત કે ઓપરેશન થતા હોય તો લોખંડના એવા વાસણો કે જેમાં રસોઈ કરી શકાય તે શનિવારે જ દાન કરવા જોઇએ.


ઘોડાની નાળ
જો તમારે તમારા ઘરમાં હંમેશા શનિદેવની કૃપા જોઇતી હોય તો ઘોડાની નાળનો ઉપયોગ કરો જે પહેલાથી ઘોડાના પગમાં લગાવીને કાઢવામાં આવી હોય. શુક્રવારે ઘોડાની નાળને સરસવના તેલથી ધોઈ લો. ત્યારબાદ તેને શનિવારે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર લગાવી દો.


કાળા કપડાં કે કાળા પગરખાંઃ
જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ ગંભીર સમસ્યા હોય અને રોગ દૂર થતો ન હોય તો પહેરવાની કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમકો શનિવારે સાંજે કાળા કપડા અને કાળા પગરખાં કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો અને તેના આશીર્વાદ લો.


પીપળનું વૃક્ષઃ
પીપળના વૃક્ષને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે. પીપળના ઝાડની પાસે ક્યારેય કચરો ન નાખવો કે ન તો તેને કાપવું જોઈએ. પીપળનું ઝાડ કાપવાથી શનિદેવ નારાજ થાય છે અને તેની સીધી અસર આપણા બાળકો પર પડે છે. શક્ય તેટલા પીપળના ઝાડ વાવવા જોઇએ અને તેની 21 વાપ પ્રદક્ષિણા કરીને સરસવનો દીવો કરવો ખૂબજ હિતાવહ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…