ટોપ ન્યૂઝનેશનલ

એમપી-છત્તીસગઢના સીએમે લીધા શપથઃ યાદવે આપ્યો મોટો આદેશ

રાજસ્થાનમાં પંદરમી ડિસેમ્બરે ભજનલાલને એક નહીં બે ખુશી મળશે

ભોપાલ/રાયપુર/જયપુરઃ ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો નોંધપાત્ર વિજય થયા પછી આજે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ યોજવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાનપદે મોહન યાદવે શપથ લીધા હતા, જ્યારે છત્તીસગઢના વિષ્ણુદેવ સાયે સોગંધ લીધી હતી. મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી મોહન યાદવે નવો આદેશ બહાર પાડ્યો હતો. મધ્ય પ્રદેશમાં રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાનો આદેશ આપ્યો છે.

સીએમના પહેલા આદેશમાં ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ અનિયમિત અથવા અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે માર્ગદર્શિકા જારી કરી છે. મુખ્ય પ્રધાન મોહન યાદવે પહેલો આદેશ આપતા કહ્યું હતું કે ધાર્મિક સ્થળોએ ઊંચા મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવામાં આવશે નહીં. સીએમના આદેશ પ્રમાણે અનિયમિત અને અનિયંત્રિત લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં પ્રતિબંધ રહેશે.

રાયપુરની રાજધાની સાયન્સ કોલેજના મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિના કાર્યક્રમમાં બે નાયબ મુખ્ય પ્રધાને પણ શપથ લીધા હતા. નવી કેબિનેટમાં નવા અને જૂના નેતાઓનું મિશ્રણ જોવા મળી શકે છે. છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન સહિત 13 પ્રધાન હોઈ શકે છે. આ વખતે 90 બેઠક પરથી ભાજપે 54 સીટ જીતી છે, જ્યારે 2018માં કોંગ્રેસે 68 બેઠક પર જીત મેળવી હતી, પરંતુ આ વર્ષે 35 બેઠક પર જીતી છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાનના નામ માટે ભાજપે મંગળવારે ભજનલાલ શર્માનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભજનલાલ શર્માનું નામ ભાજપે જાહેર કરીને સૌને ચોંકાવ્યા હતા, પરંતુ હવે પંદરમી ડિસેમ્બરના જન્મદિવસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. ભજનલાલ શર્માની સાથે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. આ ઉપરાંત, સ્પીકર તરીકે વિધાનસભાના સ્પીકર શપથ લેશે. શુક્રવારના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે, કિરોડી લાલ મીણા, બાબા બાલકનાથ સહિત રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ વગેરે નેતાઓ ઉપસ્થિત રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button