ટોપ ન્યૂઝનેશનલ

સંસદની સુરક્ષામાં સેંધઃ ચારેય આરોપીનું કોમન ક્નેક્શન જાણો?

નવી દિલ્હીઃ સંસદ પરના આતંકવાદી હુમલાની 22મી વરસીએ આજે ફરી એક વખત બે યુવકોએ સંસદની અંદર ઘૂસીને સ્મોક કેન ફેંક્યા હતા, જ્યારે બીજા બેએ બહાર ધમાલ કરવાની કારણે સંસદની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે. જોકે, લોકસભાની અંદર અને બહાર ઘૂસનારાની ધરપકડ કરી છે, જેમાં અંદર ઘૂસનારા યુવકના નામ સાગર શર્મા અને મનોરંજન ડી કે તરીકે કરી છે, જ્યારે આરોપીઓને ગૃહની બહાર ધરપકડ કરવામાં આવી હતી, તેમના નામ નીલમ અને અમોલ છે.

સંસદની બહાર અને અંદર ધમાલ કરનારા ચારેય આરોપી એકબીજાને જાણે છે. આ ઉપરાંત, ચારેય આરોપીઓનો એક જ ઉદ્દેશ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચારેય સોશિયલ મીડિયા મારફત એકબીજાને મળ્યા હતા, ત્યારબાદ સંસદ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ બનાવ બપોરે એક વાગ્યે બન્યો હતો, ત્યારબાદ બે વાગ્યે સંસદની કાર્યવાહી સ્થગિત કર્યા પછી ફરી શરુ કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દો ચિંતાનો વિષય છે. હાલના તબક્કે તપાસ ચાલુ છે.

સંસદીય ભવનની હાઈ સિક્યોરિટીવાળી જગ્યાએ સુરક્ષામાં આટલી મોટી ચૂક અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સંસદીય કામગીરી વખતે બે યુવક સંસદભવનમાં ઘૂસીને કલર સ્મોકનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બે જણે બહાર સૂત્રોચ્ચાર કરીને સંસદીય સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા કર્યાં છે.

આ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે ચારેયની ઓળખ કરી છે, જેમાં સાગર શર્મા અને મનોરંજન તરીકે કરી છે. બહાર કલર સ્મોકનો ઉપયોગ કરનારી વ્યક્તિમાં એકની ઓળખ નીલમ (42) અને અમોલ શિંદે (25) તરીકે કરી છે. સંસદભવનના બહારના પરિસરમાંથી ધરપકડ કરવામાં આવેલી નીલમ હરિયાણાની છે. પિતા ઉચાનામાં મિઠાની દુકાન ચલાવે છે. વિવિધ આંદોલનોમાં સક્રિય છે. પોલીસે કહ્યું હતું કે અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. બંનેએ સદનના પરિસરમાં તાનાશાહી નહીં ચલેગી, ભારત માતા કી જય, જય ભીમ અને જય ભારતના નારા લગાવ્યા હતા.

દરમિયાન મનોરંજન ડીકે કર્ણાટકના છે અને વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે, જ્યારે સાગર લખનઊનો રહેવાસી છે. આરોપીઓ બંનેને એકબીજાને પહેલાથે ઓળખે છે અને પહેલાથી સંસદભવનમાં સ્મોક સ્ટિકથી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મુદ્દે દિલ્હી પોલીસે કહ્યું હતું કે સંસદની સુરક્ષા ઉલ્લંઘન મુદ્દે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.

નીલમ અને અમોલે પરિસરમાં સંસદભવનની બહાર મોબાઈલ ફોન લઈ જવા દેવામાં આવ્યા નહોતા. તેમની પાસે આઈડી નહોતું. તેમણે કહ્યું હતું કે તેઓ ખૂદ સંસદભવન પહોંચ્યા હતા પણ કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલા હોવાનો ઈનકાર કર્યો હતો. પૂછપરછ માટે પોલીસે વિશેષ ટીમનું ગઠન કર્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button