ટોપ ન્યૂઝનેશનલ

સંસદભવનની સુરક્ષામાં સેંધઃ રાહુલ ગાંધી શા માટે ચર્ચામાં આવ્યા?

હુમલાખોરોને પકડવા માટે આ બે સાંસદોએ આપી મોટી પ્રતિક્રિયા


નવી દિલ્હીઃ સંસદભવન પરના આતંકવાદી હુમલાની 22મી વરસીએ સંસદભવનમાં વિસ્ફોટક સામગ્રી લઈને ધમાલ કરવાના પ્રયાસને કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. સંસદભવનમાં એકાએક ઘૂસી આવેલા શખસોને કારણે સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે, ત્યારે એ વખતે સાંસદો ડરી ગયા હતા.

અમુક લોકો રીતસરના દોડીને બહાર જતા રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી એ વખતે અડીખમ ત્યાં ઊભા રહ્યા હતા. સંસદભવનમાં વિન્ટર સેશન દરમિયાન સૌથી મોટી ચૂક થઈ હતી, જે વખતે બે વ્યક્તિ અચાનક સંસદમાં ઘૂસી જાય છે અને બંનેના હાથમાં સ્મોક ક્રેકર પણ હતા, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ એના અંગે પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીનું રિએક્શન પણ જોરદાર વાઈરલ થઈ રહ્યું છે. એ વખતે તેઓ બિલકુલ શાંત ઊભા હતા. ડર્યા વિના અને એકદમ શાંત હતા, ત્યારબાદ તેમની તસવીર પણ ઈન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ હતી.

સંસદભવનમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓને પકડવા માટે હવે અમુક સાંસદોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી. નાગૌરના સાંસદ હનુમાન બેનિવાલે વિસ્તૃતમાં માહિતી આપતા કહ્યું હતું કે લોકસભાના ઝીરો અવર દરમિયાન જ્યારે સાંસદ બોલી રહ્યા હતા ત્યારપછી મારે બોલવાનું હતું, પરંતુ એ જ વખતે સંસદભવનમાં શોરબકોર હતો. પાછળ વળીને જોયું તો એક શખસ ગેલરીમાંથી કૂદ્યો હતો, જ્યારે બીજો કૂદવાનો હતો, કારણ કે ત્યાં ઓછા લોકો બેઠા હતા એ જ વખતે મેં તેને પકડી લીધો હતો અને બૂમો પાડ્વા લાગ્યો હતો.


દરમિયાન કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે જ્યારે હુમલાખોરો કૂદ્યા ત્યારે હું આગળ બેઠો હતો. પાછળ જરા શોરબકોર થયો હતો, ત્યારબાદ મારું જ્યારે ધ્યાન ગયું ત્યારે એક પછી બંનેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે એક જે પહેલા જમ્પ કર્યો હતો તે સ્પીકર તરફ આગળ વધ્યો હતો અને પછી તેને પોતાના જુતા ઉતારવાનું શરુ કર્યું હતું.


જુતામાં કોઈ વસ્તુ હતી, જે કાઢી ત્યારે પકડી લીધો હતો. ત્યારબાદ અમે બીજાને પકડ્યો હતો અને તેના હાથમાં સ્પ્રે હતો. સ્પ્રેમાંથી પીળા કલરનો ધુમાડો નીકળતો હતો. એ વખતે મેં તેના હાથમાંથી છીનવી લીધો અને બહાર ફેંકી દીધો હતો. વાસ્તવમાં આ સૌથી મોટી ચૂક હતી. ગુરજીત સિંહ ઔજલા પંજાબના અમૃતસરના સાંસદ છે. ગુરજીત સિંહ ઔજલાએ હરિદીપ સિંહ પુરીએ 2019માં લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા. આ ચૂંટણીમાં ગુરજીતને 4,45,032 મત મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button