સ્પોર્ટસ

16 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને સૂર્યકુમારે કેપ્ટન કૂલને મૂક્યો પાછળ…

નવી દિલ્હીઃ ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝની બીજી મેચ રમાઈ હતી અને આ મેચમાં ભલે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હોય પણ તેમ છતાં આ મેચમાં ટીમનું સુકાન સંભાળી રહેલાં સૂર્યકુમાર યાદવે કંઈક એવું કારનામું કરી દેખાડ્યું હતું કે જેમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ મૂકી દીધા હતા. આવો જોઈએ શું છે આ કારનામું…

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એક વખત ધૂઆંધાર બેટિંગ કરીને હાફ સેન્ચ્યુરી ફટકારી હતી, જોકે સૂર્યકુમારની આ ફેબ્લ્યુલસ ફિફ્ટી પર ત્યારે પાણી ફરી વળ્યું હતું જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે હારી ગઈ હતી. પરંતુ તેમ છતાં ક્રિકેટ ફેન્સ સૂર્યકુમાર યાદવના વખાણ કરતાં થાકી નથી રહ્યા કારણ કે સૂર્યકુમારની આ સિદ્ધિ બાદ તે આવું કરનાર ટીમ ઈન્ડિયા પહેલો કેપ્ટન બની ગયો છે કે જેણે સાઉથ આફ્રિકાની ધરતી પર કેપ્ટન તરીકે T20Iમાં ફિફ્ટી ફટકારી છે.

અત્યાર સુધી ટીમ ઈન્ડિયા તરફથી એક કેપ્ટન તરીકે સાઉથ આફિકાની ધરતી પર T20I ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. પરંતુ હવે સૂર્યકુમાર યાદવે ધોનીનો આ 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2007માં એમ. એસ. ધોનીએ સાઉથ આફ્રિકા સામે 45 રનની ઇનિંગ રમીને પોતાના નામે આ અનોખો રેકોર્ડ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલની મેચમાં સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રનની શાનદાર ઇનિંગ રમીને આ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button