નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપે પોતના નવા મંત્રીઓની જાહેરાત કરી દીધી છે. ત્યારે પાંચેય રાજ્યોને નવા મુખ્ય પ્રધાન મળ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસના રેવન્ત રેડ્ડીએ સીએમ પદ સંભાળ્યું છે. મિઝોરમમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) ચીફ લાલદુહોમાએ પણ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. ભાજપે મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવ, છત્તીસગઢ માટે વિષ્ણુદેવ સાંઈ અને રાજસ્થાન માટે ભજનલાલ શર્માના નામની જાહેરાત કરી હતી.
13 ડિસેમ્બરના રોજ એટલે કે આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ત્યારે આ વખતે ખાસ બાબત એ છે કે મોટાભાગે તમામ નેતાઓ એવા છે તેમને સીએમની ખુરશી મળી છે. કોઇપણને એ જાણવાની તાલાવેલી થાય કે આ નવા બનેલા બધા સીએમનો પગાર એકસરખો હોય કે પછી રાજ્ય પ્રમાણે જુદો જુદો હોય. તો તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે તમામ નેતાઓનો પગોર અલગ અલગ હોય છે.
અગાઉ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ સીએમ તરીકે લગભગ 410,000 રૂપિયાનો પગાર લેતા હતા. એટલે કે હવે નવી સીએમ રેવંત રેડ્ડીને પણ આટલો જ પગાર મળશે. આમ જોઇએ તો આ દેશના તમામ મુખ્ય પ્રધાનો કરતા વધારે પગાર છે. ત્યારે જો આ પાંચ સીએમમાં સૌથી વધુ સેલરીની વાત કરીએ તો મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ બીજા નંબર પર આવશે.
શિવરાજ સિંહ ચૌહાણને તમામ ભથ્થા સહિત દર મહિને લગભગ 2 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. આથી નવા સીએમ મોહન યાદવને પણ આટલો જ પગાર મળી શકે છે. તેમજ છત્તીસગઢના અગાઉના સીએમનો પગાર પણ બે લાખ રૂપિયા હતો આથી નવા સીએમ વિષ્ણુદેવ સાંઈને પણ દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળી શકે છે.
આમતો જો કે મિઝોરમની ગણતરી આર્થિર કીતે પછાત રાજ્યોમાં થાય છે. પરંતુ તેમના સીએમનો પગાર રાજસ્થાનના સીએમ કરતા વધારે છે. એટલે કે લાલદુહોમાને 1.84 લાખ રૂપિયા પગાર મળશે.
હવે રાજસ્થાનના સીએમની વાત કરીએ તો કાંગ્રેસના સીએમ રહી ચૂકેલા અશોક ગહેલોત મુખ્ય પ્રધાન તરીકે તો ફક્ત 75000 જ પગાર લેતા હતા પરંતુ તે ધારા સભ્ય તરીકે 35000 અલગથી લેતા હતા અને અલગ અલગ ભથ્થાંના 175000 લેતા હતા ત્યારે પ્રશ્ર્ન એ છે કે નવા સીએમ ભજનલાલને કેટલો પગાર મળી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને