સ્પોર્ટસ

ઇજાના કારણે મહિલા વેઈટલિફ્ટર એશિયન ચેમ્પિયનશિપમાં રમશે નહીં

નવી દિલ્હીઃ ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની વાપસીમાં વધુ વિલંબ થશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં.
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનુ હજુ પણ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ થઈ રહી છે.

49 કિગ્રા વેઇટ કેટેગરીમાં રમનારી ચાનૂએ આઇડબલ્યુએફ ગ્રાન્ડ પ્રિકસ 2 માં કોઈ વજન ઉપાડ્યું ન હતું. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં 3 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ માટે ફિટ થશે, પરંતુ ચાનુએ મંગળવારે કહ્યું હતું કે હું આ વખતે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈશ નહીં. હું વર્લ્ડ કપમાં ભાગ લેવાનું પસંદ કરીશ.

પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનના નિયમો અનુસાર, વેઇટલિફ્ટર માટે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 વર્લ્ડ કપમાં ભાગ લેવો ફરજિયાત છે.

આ બે ટુર્નામેન્ટ સિવાય 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ, 2023 અને 2024 કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ્સ, 2023 ગ્રાન્ડ પ્રિકસ વન અને 2023 ગ્રાન્ડ પ્રિક્સ ટુમાંથી કોઈપણ ત્રણમાં ભાગ લેવો વેઇટલિફ્ટર માટે જરૂરી છે. એશિયન ચેમ્પિયનશિપમાં ન રમવાથી ચાનૂની ક્વોલિફિકેશન પર કોઈ અસર નહીં પડે. તે હાલમાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેન્કિંગમાં બીજા ક્રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button