રાજસ્થાનમાં આરએસએસનો પ્રભાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ મુખ્ય પ્રધાનની પસંદગીમાં ભાજપશ્રેષ્ઠીએ આંચકો આપવાની પરંપરા જાળવી રાખી હતી. રાજસ્થાનમાં પણ બંને રાજ્યોની જેમ એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાનમાં મંગળવારે કરવામાં આવેલી જાહેરાતમાં ભાજપની પિતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો દબદબો જણાઈ આવ્યો હતો.
મુખ્ય પ્રધાનપદે વરણી પામેલા ભજનલાલ શર્મા આરએસએસ અને એબીવીપી (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ભાજપની વિદ્યાર્થી પાંખ) સાથે સંકળાયેલા હતા. તેઓ લગભગ 10 વર્ષથી ભાજપના રાજસ્થાન પ્રદેશના મહામંત્રી તરીકે સંગઠનમાં ફરજ બજાવી રહ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન પદે રાજ પરિવારમાંથી આવતાં રાજકુમારી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવની વરણી કરવામાં આવી છે. રાજપરિવારો પહેલેથી જ સંઘના આશ્રયદાતા રહેલા છે એટલે કે સંઘની અત્યંત નજીક રહ્યા છે. જ્યારે પ્રેમચંદ બૈરવ પણ આરએસએસ સાથે નાનપણથી સંકળાયેલા હતા.
સ્પીકર તરીકે રાજસ્થાનમાં જેમની તે વાસુદેવ દેવનાની પણ લાંબા સમયથી આરએસએસ સાથે સંકળાયેલા છે. આમ રાજસ્થાનની સત્તામાં આરએસએસનો દબદબો હોવાનું જણાઈ રહ્યું છે.