નેશનલ

રાજસ્થાનમાં જયપુરનું રાજ?: સીએમ અને ડેપ્યુટી સીએમની એબીસીડી જાણો

નવી દિલ્હી/જયપુરઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજસ્થાનમાં બહુમતીથી જીત્યા પછી તબક્કાવાર ત્રણેય રાજ્યના સુકાનીની જાહેરાત કરી હતી. આ ત્રણેય નેતા જયપુર નજીકના છે. ત્રણેય રાજ્ય (છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન)માં એક મુખ્ય પ્રધાન અને બે મુખ્ય પ્રધાનનું નામ જાહેર કર્યું છે, પરંતુ થિયરી એક જ રાખીને સૌને ચોંકાવ્યા છે.

રાજસ્થાનના પર્યવેક્ષક રાજનાથ સિંહે કહ્યું હતું કે રાજસ્થાનમાં એક નાયબ મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન રાખવાનો નિર્ણય લીધો હતો. મુખ્ય પ્રધાન માટે જયપુરની સાંગાનેર બેઠક તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી અને બીજા જયપુર જિલ્લાની દુદુ બેઠક પરના વિધાનસભ્ય પ્રેમચંદ બૈરવાની જાહેરાત કરીને જયપુરનું પ્રભુત્વ વધાર્યું છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

ભાજપે રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરી છે, તેનાથી બ્રાહ્મણ લોબીને ખુશી થઈ છે. ભજનલાલ શર્મા ભરતપુરના રહેવાસી છે, જ્યારે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ (પોલિટિક્સ) છે. જયપુરી યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવેલી છે. તેમણે કોંગ્રેસના નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48,081 મતથી હરાવ્યા હતા. 56 વર્ષના ભજનલાલ શર્માની એક લાંબી અને પ્રતિષ્ઠિત રાજકીય કારકિર્દી રહી છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન બન્યા પહેલા શર્માએ પાર્ટી(ભાજપ)ના મહાસચિવ તરીકે અશોક ગેહલોતની સરકારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભજનલાલ શર્મા સિવાય નાયબ મુખ્ય પ્રધાનપદે પ્રેમચંદ બૈરવા અને દિયા કુમારીના નામની જાહેરાત કરી છે. પ્રેમચંદ બૈરવા દલિત સમુદાયના મોટા ગજાના વરિષ્ઠ નેતા છે. બાવન વર્ષીય દિયા કુમારી પણ જયપુરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. દિયા કુમારીએ જયપુરની વિદ્યાધરનગર વિધાનસભાની બેઠક પરથી જીત મેળવી હતી.

દિયા કુમારી લોકસભાની રાજસમંદ સીટ પરથી સાંસદ જીતત્યા હતા. દાદી ગાયત્રીદેવીના પગલે પગલે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. દિયા કુમારીનો સંબંધ જયપુર રાજઘરાનાનો છે, જે કુળ ભગવાન રામનું વંશજ છે. જયપુર પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના દીકરા કુશના 309માં વંશજ ગણાવ્યા હતા. રાજઘરાનાના લોકોએ આ વાત પણ સ્વીકારી હતી.
નાયબ મુખ્ય પ્રધાન તરીકે પ્રેમચંદ બૈરવાની પસંદગી કરી છે. જયપુરની દુદુ બેઠક પરથી પ્રેમચંદ બૈરવા જીત્યા હતા. કોંગ્રેસના ધાકડ નેતા બાબુલાલ નાગરની સામે તેમણે સૌથી મોટી જીત મેળવી હતી. બૈરવાએ નાગરને 35,743 મતથી હરાવ્યા હતા.

વિધાનસભાની ચૂંટણીમાં બૈરવાને 1,16,561 મત મળ્યા હતા, જ્યારે બીજા સ્થાને બાબુલાલ નાગરને 80,818 મત મળ્યા હતા. બૈરવા પેટ્રોલ પંપના ડીલર પણ છે, જ્યારે એસસી મોરચામાં પણ ભાજપના સહપ્રભારી અને બૈરવા મહાસભાના પ્રમુખપદે પણ કાર્યરત હતા. ચૂંટણીના પંચમાં જણાવેલા અહેવાલ અનુસાર પ્રેમચંદ બૈરવા પાસે 4.83 કરોડની મિલકત છે.

ઉપરાંત, વાસુદેવ દેવનાનીને વિધાનસભાના સ્પીકર બનાવ્યા છે. દેવનાની અજમેર નોર્થના વિધાનસભ્ય છે. 2003થી સતત પાંચમી વખત વિધાનસભ્ય બન્યા છે. પહેલી વખત અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વાસુદેવ દેવવાની સંઘની પણ ઘણા નજીક છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે ભાજપના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન ત્રણેય મોટા પદ જયુપરના મળ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button