મનોરંજન

પઠાણ અને જવાનની સફળતા બાદ ડંકીની રિલીઝ પહેલા ફરી કિંગ ખાને કર્યું આ કામ

મુંબઈ: 2023ના વર્ષમાં બે સૌથી મોટી હિટ ફિલ્મો પઠાણ અને જવાન બાદ હવે શાહરૂખ ખાન પોતાની ત્રીજી ફિલ્મ ડંકી માટે ફરી વૈષ્ણો દેવી માતાના દરબારમાં પહોંચ્યો હતો. રોમાંસના બાદશાહની આ વર્ષની આ છેલ્લી ફિલેમ હશે. ત્યારે અગાઉ માતાના દરબારમાં માથું ટેકવતા શાહરૂખની ફિલ્મો સુપરહિટની કેટેગરીમાં આવી ગઇ જેના કારણે ડંકી રિલીઝ થતા પહેલા ખાસ માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યો હતો.

ડિંકી’નું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું હતું જેમાં પંજાબની વાર્તા બતાવવામાં આવી હોવાનું દેખાય છે. ટ્રેલરમાં શાહરૂખ, વીકી કૌશલ અને તાપસી પન્નુ જોવા મળે છે. ફિલ્મની વાર્તા ગેરકાયદે વિદેશ જવા પર આધારિત છે અને તેમાં પડતી મુશ્કેલીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ક્રિસમસ પર એટલે કે 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના પ્રોમો જોઇને તેના ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. શાહરૂખનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં કે વૈષ્ણો દેવી મંદિરની બહાર આવતો જોવા મળે છે.

ડંકી રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાનની એક સાથે પહેલી ફિલ્મ છે. દિગ્દર્શકે જણાવ્યું હતું કે આ ફિલ્મ ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકો અને તેમની પરિસ્થિતિની આસપાસ ફરે છે. ડંકીનું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે. ફિલ્મની સ્ટોરી હિરાની, અભિજાત જોશી અને કનિકા ધિલ્લોને લખી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત