આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૧૨-૧૨-૨૦૨૩, શ્રી રંગઅવધૂત પુણ્યતિથિ (નારેશ્ર્વર)
ભારતીય દિનાંક ૨૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩૦મો, માહે ૫મો જુમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા સવારે ક. ૧૧-૫૬ સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૦૪, મધ્ય રાત્રે ક. ૦૦-૦૩
ઓટ: સાંજે ક. ૧૭-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૪ (તા. ૧૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – અમાવસ્યા. દર્શ અમાવસ્યા, અન્વાધાન, શ્રી રંગઅવધૂત પુણ્યતિથિ (નારેશ્ર્વર), વિંછુડો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, તીર્થમાં ત્રિપીંડી શ્રાદ્ધ, વિષ્ણુબલિ તીર્થશ્રાદ્ધ ઈત્યાદિ, તીર્થસ્નાનનો મહિમા. અગ્નિદેવતાનું પૂજન, વિશેષરૂપે શનિ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, નિત્ય થતાં દસ્તાવેજ, ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નારેશ્ર્વર તથા શિષ્ય સમુદાયમાં બ્ર્ાહ્મલીન સંત શ્રી રંગ અવધૂત પુણ્યતિથિનો મહિમા દત્ત બાવની વાંચન, ગુરુ પૂજન, સંશોધન, વિજ્ઞાનના પ્રયોગો, જ્ઞાન સમાધિ, જપ-તપ અનુષ્ઠાન, વન-વગડા, જંગલ, પર્વતો ઈત્યાદિ, કુદરતમાં રહેવું, પ્રવાસ કરવો, જૂનાં અનિર્ણિત કાર્યોનો નિર્ણય લેવો. આયાત-નિકાસના કામકાજ, શારીરિક, માનસિક ઉપદ્રવોનો ઉપચાર કરવો. મિત્રોને મળવું, જૂનાં અધૂરાં નાણાંના હિસાબ-કિતાબ પૂરા કરવા, વડીલો, માતા-પિતાને ઉપયોગી થવું, સેવા કરવી, પરિવારના પ્રસંગોમાં ઉપયોગી થવું, પ્રસંગોનું આયોજન કરવું. હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદર કાંડ પાઠ વાંચન, ગુરુગીતા વાંચન,
અમાસના અભ્યાસ મુજબ રૂ, ચાંદી, અળસીમાં વધઘટ થશે. અનાજમાં તેજી થશે.
આચમન: ચંદ્ર-મંગળ યુતિ સતત પ્રવૃત્તિશીલ વ્યક્તિત્વ, ચંદ્ર-સૂર્ય યુતિ અધ્યાત્મમાં રુચિ રહે, કાર્યક્ષેત્રે વ્યવસ્થા નિર્માણ કરવી. તા. ૨૫ ડિસેમ્બર તથા ૩૦ ડિસેમ્બર શેરબજારમાં મંદી દર્શાવે છે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-સૂર્ય યુતિ (કાર્તિક અમાસ યોગ).
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.