મહારાષ્ટ્ર એસટી ડિજિટલ રસ્તે, આ સમસ્યાથી મળશે મુક્તિ
મુંબઈ: એસટી (રાજ્ય પરિવહન નિગમ) એ બસમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને અનેક વખત ટિકિટો ખરીદવા છુટ્ટા પૈસાની ચિંતા સતાવતી હોય છે. આ બાબતને લઈને અનેક વિવાદ થતા હોવાને કારણે હવે એસટી મહામંડળ દ્વારા આ ટિકિટો ખરીદવા માટે ડિજિટલના માર્ગે જવાનો વિકલ્પ અપનાવ્યો છે.
એસટીની બસોમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓને ઓનલાઇન પેમેન્ટનો પણ વિકલ્પ આપવાની સુવિધા કરવામાં આવી છે. એસટી દ્વારા એન્ડ્રોઇડ ટિકિટ ઇશ્યુ મશીન્સ (ETIM) આ સેવા ને બસોમાં રાખવામા આવવાની છે, જેથી પ્રવાસીઓ રોકડ સિવાય યુપીઆઇ, ક્યુઆરકોડ અને બીજા ડિજિટલ પેમેન્ટ માધ્યમોની ઉપયોગ કરી ટિકિટો ખરીદી શકે તેથી બંને પક્ષે વિવાદ થવાનો વખત આવશે નહિ અને પ્રવાસી ઝડપથી ટિકિટ પણ ખરીદી શકશે.
રાજ્ય પરિવહન મંડળ દ્વારા ખાનગી કંપનીને આ ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ દરેક બસોમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એસટી મંડળના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, આ બાબતેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને પેટીએમ અને તેના જેવા બીજા યુપીઆઇ એપ વડે ક્યુઆરકોડ સ્કૅન કરી ટિકિટ ખરીદી ખરીદવાની સુવિધા ઉપલબ્ધ થશે. ડિજિટલ પેમેન્ટને કારણે પ્રવાસી અને કન્ડક્ટર વચ્ચે છુટ્ટા પૈસેને લઈને કોઈ પણ વિવાદ ઊભી થશે નહીં. એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાને લીધે એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યામાં અને લોકપ્રિયતામાં પણ વધારો થશે, સાથે જ આ નવી સેવાનો લાભ લેવાની જાહેરાત એસટી દ્વારા કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.