રાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (11-12-2023): આ રાશિના જાતકોના જીવનમાં આવશે ઉથલ-પાથલ, બદલાશે ભાગ્યનો સિતારો

મેષ: આજનો દિવસ તમને પ્રસન્નતા અપવાશે. તમારા કેટલાંક વિરોધીઓ તમારી પ્રગતી જોઇને ઇર્ષા કરી શકે છે. જો તમે કોઇની પણ પાસેથી નાણાં ઉછીના લેવાનું વિચારી રહ્યા છો તો તે તમને સરળતાથી મળી રહેશે. પણ તમે તમારી સંપત્તીને લગતી કોઇ પણ જરુરી વાત કોઇની સાથે શેર ના કરતાં. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. જો તમે પાર્ટનરશીપમાં કોઇ કામ કરવાનું વિચારતા હશો તો આજ નો દિવસ તે માટે ઉત્તમ છે. વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે.

વૃષભ: આજના દિવસે સમજી-વિચારીને આગળ વધજો. તમારું જ કોઇ કામ તમને ચિંતીત કરી શકે છે. તમે જીવનસાથી સાથે લોન્ગ ડ્રાઇવ પર જવાનો પ્લાન બનાવી શકશો. જેને કારણે તમને માનસીક શાંતી મળશે. તમારા મનમાં ઉથલ-પાથલ ચાલશે. છતાં તમે કોઇ પણ સારા લાભકારી અવસરને હાથમાંથી જવા નહીં દો. તમારી કોઇ મહત્વની ડીલ ફાઇનલ થતાં થતાં રહી જશે.


મીથુન: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારો કોઇ જૂનો મિત્ર લાંબા સમય બાદ તમને મળવા આવી શકે છે. વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારીમાં બહુ મહેનત કરવી પડશે. તો જ તેમને સફળતા મળશે. તમારું જો કોઇ કામ લાંબા સમયથી રોકાયેલું હશે છે તો તે પણ પૂરું થશે. તમારે પરિવારમાં જે પણ સમસ્યા છે એ અંગે ખૂલીને વાત કરવી પડશે. તો જ સમાધાન થઇ શકશે. તમે તમારા જીવનસાથીને ફરવા લઇ જઇ શકો છો.


કર્ક: આજનો દિવસ તમારા માટે સમસ્યાઓ લઇને આવ્યો છે. બિઝનેસ કરનારાઓએ તેમની યોજનાઓ પર વધુ ધ્યાન આપવું પડશે. નહીં તો સમસ્યા થઇ શકે છે. પાર્ટનરશીપમાં કોઇ પણ કામ કરવું યોગ્ય રહેશે. તમે જો કોઇ સંપત્તી ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો તો તેની તમામ બાજુઓ ચકાસી લેજો નહીં તો સમસ્યા ઉભી થઇ શકે છે. તમે તમારી માતા માટે કોઇ ઉપહાર ખરીદી શકો છો.


સિંહ: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. તમે સંતાનને કોઇ જવાબદારી સોંપશો તો તેના પર ખરા ઉતરશે. તમારે તમારી કોઇ જૂની ભૂલથી શીખવાની જરુર છે. જો ઘરમાં કોઇ ક્લેશ ચાલી રહ્યો છે તો તમારે બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લેવો જોઇએ. તમે તમારા સંશોધનના કામ માટે કોઇ નવી વસ્તુ ખરીદી શકશો. જેને કારણે તમારા કેટલાંક નવા દૂશ્મનો ઊભા થઇ શકે છે.


કન્યા: આજનો દિવસ તમારા માટે પ્રગતીકારક રહેશે. તમારી પ્રગતીના આડે જો કોઇ બાધાઓ આવી રહી છે તો તે આજે દૂર થશે. પણ તમારે તમારી મહેનતમાં કોઇ કસર બાકી ન રાખવી. ગૃહસ્થ જીવન જીવી રહેલા લોકોએ પોતાના જીવનસાથી સાથે વાત કરીને જ આગળ વધવું. નહીં તો બંને વચ્ચે દૂરી વધી શકે છે. કોઇ નવું વાહન ખરીદવાનું તમારું સપનું આજે પૂરું થશે. કાર્યક્ષેત્રે તમને કોઇ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે.


તુલા: આજનો દિવસ તમારા માટે મિશ્રરીતે ફળદાયક રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સારા સમાચાર સાંભળવા મળશે. શેર માર્કેટમાં રોકાણ કરનારાઓએ સાવધાની રાખવી પડશે. તમે તમારા પિતા સાથે કોઇ સમસ્યાને લઇને વાતચીત કરી શકો છો. તમે તમારા ભાઇ-બહેન પાસે કોઇ મદદ માંગશો તો તરત મળશે. તમારે તમારા રોજીંદા જીવનમાં યોગ અને કસરતનો સમાવેશ કરવો પડશે જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.


વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી સારો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતીને મજબૂત કરવા માટે જે પણ પ્રયાસો કરશો તેમા તમને સફળતા મળશે. તમે સંતાનને પરંપરા અને સંસ્કારોના પાઠ શીખવશો. તમારા મનની કોઇ ઇચ્છા પૂરી થતાં તમે પરિવારમાં કોઇ ભજન કિર્તનનું આયોજન કરી શકો છો. માતા-પિતાના આશિર્વાદથી તમારું રોકાયેલું કોઇ કામ પૂરું થશે. જો તમે કોઇને નાંણાં ઉછીના આપ્યા છે તો તે આજે પાછા મળશે.


ધનુ: આજનો દિવસ તમારા માટે એકપછી એક ખૂશ ખબર લઇને આવશે. તમારો જો કોઇ કોર્ટ કેસ લાંબા સમયથી પેંડીગ હતો તો તેનો આજે તમારી તરફેણમાં નિકાલ આવશે. નોકરીમાં કાર્યરત લોકોને પ્રમોશન મળી શકે છે. જેને કારણે તેમની પ્રગતી થશે. તમે તમારી આવક અને જાવકમાં સમતોલતા રાખજો. નહીં તો તમને પાછળથી પૈસાની ખોટ સાલશે. તમે કોઇ કામને લઇને નાના અંતરની યાત્રા કરી શકો છો. વિદેશો સાથે વેપાર કરનારાઓએ સતર્ક રહેવું પડશે.


મકર: આજનો દિવસ તમારા માટે ખૂબ ખર્ચાળ રહેશે. તમારી આવક તો વધશે પણ તમારા ખર્ચા પણ એટલાં જ વધશે. જે તમને ચિંતીત કરી શકે છે. તમારે ખોટાં ખર્ચા પર કાપ મૂકવો પડશે. જીવનસાથી સાથે તમે કોઇ બચતની યોજના અંગે વાત કરશો. માતા ને તમે મામા પક્ષના લોકોને મળવા લઇ જઇ શકો છો. તમારો કોઇ જૂનો મિત્ર તમને લાંબા સમય બાદ મળવા આવી શકે છે. જેને જોઇને તમે ખૂબ ખૂશ થશો. ઓનલાઇન કામ કરનારાઓએ કોઇ પણ પ્રકારના ફ્રોડથી બચવું પડશે.


કુંભ: આજનો દિવસ વાહન સંભાળીને ચલાવજો. કારણ કે વાહનની આકસ્મીક ખરાબીને કારણે તમારા પૈસા ખર્ચ થઇ શકે છે. તમને સંતાનની કોઇ વાત પર ગુસ્સો આવશે. છતાં પણ તમે કંઇ નહી કહો. તમે તમારા વ્યવહારમાં મીઠાશ રાખજો. વિદ્યાર્થી પોતાના અભ્યાસમાં ફોકસ રાખે. ભાઇ બહેનો સાથે જો કોઇ ઝગડો ચાલી રહ્યો છે તો તેનું આજે સમાધાન આવશે. પણ તમે તમારા ઇગોમાં કોઇને કોઇ પણ વાયદો ના કરતાં. નહીં તો તેને પૂરો કરતાં તમને મૂશ્કેલી આવી શકે છે.


મની: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવશે. તમે કાર્યક્ષેત્રે તમારા સારા વિચારોનો લાભ ઉઠાવશો. અધિકારીઓ પણ તમારા કામથી પ્રસન્ન રહેશે. તમારો કોઇ જુનિયર તમારી સાથે વાદ-વિવાદ કરી શકે છે. તેથી તમે સતર્ક રહેજો. જમીન-મીલકતની બાબતે તમારે આંખ અને કાન ખૂલ્લા રાખવા પડશે. જો કોઇ સમસ્યા હોય તો ઘરના વડિલો સાથે ચર્ચા કરીને જ આગળ વધજો. એ જ તમારા માટે યોગ્ય રહેશે. તમે કોઇ નવા રોકાણનો લાભ ઉઠાવશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button